________________
૧૧૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પરપ્રાણહરણ સમા પરધનહરણરૂપ બીજા બધા અદત્તાદાન તો છોડી ઘો ને અનીતિ ત્યજી ન્યાયનીતિ અનુસાર સર્વ પ્રમાણિક વ્યવહાર આચરો. મોહવશપણાને લીધે તમે નિજ કલત્રમાત્ર પરિહરવા અસમર્થ હો, તો નિશેષ શેષ સ્ત્રી પ્રત્યે મા-બ્લેનની દષ્ટિ રાખી મનસા વીસા કર્મા પરસ્ત્રીગમનનો ત્યાગ કરો. જો તમે સર્વથા પરિગ્રહ ત્યાગી શકો એમ ન હો, જેમ બને તમે બાહ્ય પરિગ્રહનું પ્રમાણ ઓછું કરતા જાઓ; અને સાથે સાથે વિષયકષાયાદિ અંતરંગ પરિગ્રહની પણ જેટલી બને તેટલી ક્ષીણતા કરતા જાઓ. આમ અહો ભવ્યજનો! દેશથી પણ આ અહિંસાદિ યથાશક્તિ પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરો; અને સર્વથી આ અહિંસાદિ પાલન કરવા હું જ્યારે ભાગ્યશાળી થઈશ? એમ સર્વવિરતિ પ્રત્યે સદા ભાવ પ્રતિબંધ રાખો. આ સર્વવિરતિ ધર્મની વાનકીરૂપ શિક્ષા પામવા માટે સમતાભાવરૂપ સામાયિકનો, આત્મધર્મની પુષ્ટિરૂપ પૌષધોપવાસનો, અને અતિથિસંવિભાગ તથા ગૃહસ્થ યોગ્ય પ્રતિમા આદિનો અભ્યાસ કરો. અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, અને માધ્યસ્થ એ ચાર પ્રશસ્ત ભાવનાથી ચિત્તને સુવાસિત કરી, અનિત્યાદિ દ્વાદશ ભાવનાઓના ભાવનથી વૈરાગ્ય-ઉપશમની નિરંતર વૃદ્ધિ કરો! (દોહરા) સર્વથા પાળી શકે ન તે, પાળો દેશથી ધર્મ;
વૈરાગ્ય ઉપશમ વૃદ્ધિથી, કરો નિત્ય સત્કર્મ.
शिक्षापाठ ४५ : देशबोध } भाग २
સાધક જન તો તેને કહિયે
વૈષ્ણવ જન તો તેને કહિયે”—એ રાગ. સાધક જન તો તેને કહિયે, ચિત્ત શુદ્ધ જે ધારે રે; સત્ય પ્રમાણિક જીવન ગાળે, ન્યાય નીતિ અનુસાર રે ... સા૧