________________
દેશબોધ- ભાગ ૧
૧૧૫
એમ નવ પ્રકારથી સર્વથા નિવર્તવાનું કહ્યું છે. તેમાંથી જેટલા જેટલા પ્રકારે ને જેટલા જેટલા અંશે નિવર્તવાનું બને, તેટલા તેટલા પ્રકારે ને તેટલા તેટલા અંશે નિવર્તવાનું સાગાર એવા ગૃહસ્થધર્મમાં ઉપદેશ્ય છે. કારણકે પંચ મહાવ્રતનો મેરુ સમો મહાભાર ધારણ કરવાનું સામર્થ્ય કાંઈ બધામાં હોતું નથી. એટલે ગૃહસ્થ ધર્મના સમ્યક અભ્યાસથી પણ જીવને સન્માર્ગશ્રેણીએ ચઢાવવાનો દેશબોધ નિષ્કારણ કરૂણાશીલ જ્ઞાની પુરુષોએ કર્યો છે. અત્રે ગૃહપતિ પુત્રના મોક્ષનું દષ્ટાંત પ્રસિદ્ધ છે : કોઈ એક નગરમાં એક ગૃહસ્થના છ પુત્રોને રાજાએ કોઈ અપરાધ બદલ દેહાંતદંડની શિક્ષા કરી. ત્યારે તે ગૃહસ્થ રાજાને કરગરી કરગરીને તે પુત્રોને છોડવાની વિનંતિ કરી. પણ કોપ પામેલા રાજાએ માન્યું નહિ, એટલે તેણે અનુક્રમે પાંચને, ચારને, ત્રણ ને, બેને, ને છેવટે એક જ્યેષ્ઠ પુત્રને છોડવાની આજીજી કરી. ત્યારે પાસે રહેલા અમાત્યમહાજનાદિના અનુરોધથી જરાક પીગળીને રાજાએ એક જ્યેષ્ઠ પુત્રને છોડ્યો. આ દષ્ટાંતનો ઉપનય આ છે: સંસારરૂપ નગરમાં ગૃહસ્થરૂપ રાજા છે. ગુરુરૂપ શ્રેષ્ઠી છે ને ષજીવનિકાયરૂપ તેના છ પુત્રો છે. જેમ એક જ્યેષ્ઠ પુત્રને છોડાવતાં તે પિતાની શેષ પુત્રના વધમાં અનુમતિ નથી, તેમ જ્યેષ્ઠ પુત્ર સમા ત્રસકાયને છોડાવતાં ગુરુની પણ શેષ કાયના વધમાં અનુમતિ નથી. કારણકે દેશબોધ કરતા પરમ કૃપાળુ જ્ઞાનીનો આશય તો જીવને જેટલા બને તેટલા હિંસાદિ છોડાવવાનો જ છે.
એથી જ તેઓ બોધે છે કે-અહો મુમુક્ષુ! જો તમારાથી એકેન્દ્રિય સ્થાવરની હિંસા ન છોડી શકાતી હોય, તો ત્રસ જીવની હિંસા તો છોડો. અને સ્થાવરની હિંસા પણ યતના રાખી જેમ બને તેમ ઓછી થાય એવો સતત લક્ષ રાખો. તેમજ નિમ્પ્રયોજન હિંસાથી તથા કષાયાદિવર્ધક કાર્યરૂપ અનર્થદંડથી વિરામ પામો; અને હિંસાના આયતનરૂપ ભોગોપભોગ પદાર્થનું પ્રમાણ પણ જેમ બને તેમ ઓછું ને નિયત થાય તેમ કરો. રાત્રીભોજનનો ત્યાગ કરો ને મહા હિંસામય મધમાંસાદિ અભક્ષ્ય-અનંતકાયાદિનું સેવન મ કરો. ભોગોપલોગ સાધન માત્ર સાવઘ વચન છોડવા અસમર્થ હો, તો શેષ સમસ્ત અનંત વચન તો સદાયને માટે છોડો. સૂક્ષ્મ અદત્તાદાન ન છોડી શકતા હો, તો