________________
૧૧૪
પ્રશાવબોધ મોક્ષમાળા
અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના શુદ્ધિની તરતમતાના કારણે ચાર ચાર પ્રકાર છે: ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. તેમાં ઇચ્છાયમ તે અહિંસાદિ યોગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે. પ્રવૃત્તિયમ તે માર્ગે સંચરવારૂપ-ગમનરૂપ છે. સ્થિરયમ તે માર્ગે નિરતિચાર નિર્વિન ગમનરૂપ-અત્યંત સ્થિરતારૂપ છે. અને સિદ્ધિયમ તે માર્ગના અંતિમ ધ્યેયને પામી પરોપકાર કરવારૂપ છે. ઇચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતો જાય છે, તેમ તેમ તેની આત્મશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડતો જાય છે, ક્ષયોપશમબલ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે.
આ જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેમાં ઉત્કૃષ્ટ કોટિનું યમપાલન સમાઈ જાય છે. કારણકે ત્યારે આત્મા દ્રવ્યભાવથી પૂર્ણ અહિંસામય બને છે; અને સમસ્ત પરભાવ-વિભાવથી વિરામ પામી, આ આત્મારામી યોગી શુદ્ધ સ્વભાવમાં આરામ કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપપદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, ને તેનું નામ જ પરમ અપરિગ્રહ. (વસંતતિલકા) આત્મસ્વભાવ ન કદાપિ હણે વિભાવે,
આત્મા શિવાય પર ભાવ સ્વ જે ન ભાવે; ચોરે ન, ભોગ ન રમે, મમતા વમે છે, તે આત્મરામી મુનિને જન સૌ નમે છે.
शिक्षापाठ ४४ : देशबोध } भाग १
અહિંસાદિ પંચ મહાવ્રતરૂપ સર્વવિરતિ ધર્મ ધારણ કરવા જે અસમર્થ હોય, તે અન્ય સાધક મુમુક્ષુઓને દેશથી પણ તે અહિંસાદિનું યથાશક્તિ પાલન કરવાનો જ્ઞાની પુરુષોએ બોધ કર્યો છે. અનાગાર એવા સાધુધર્મમાં, હિંસાદિથી મન-વચન-કાયાથી ને કુત-કારિત-અનુમોદિતથી