________________
પંચ મહાવત વિશે વિચાર
૧૧૩
વ્યભિચાર છોડી, બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય. ધન, ધાન્ય, ગૃહ, પુત્ર આદિ સર્વ સચિત્ત અચિત્ત પરિગ્રહથી વિરામ પામવું, કોઈ પણ પોતાની માલીકીની વસ્તુ ન હોવી એવું અકિંચનપણું ધારવું તે પાંચમું અપરિગ્રહ મહાવ્રત. ભાવથી તો મિથ્યાત્વ, વેદ, (કામેચ્છા) કષાય, નોકષાય એ ચૌદ આવ્યંતર પરિગ્રહનો પરિત્યાગ કરી, આત્મા સિવાયની પરમાણુ માત્ર પણ પરવસ્તુ પ્રત્યે મૂચ્છ-મમત્વ ન ધરવું તે અપરિગ્રહ. આવી જેની અપરિગ્રહભાવના હોય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠો કરે? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દઢ ન થાય? આ પ્રકારે પાંચે વ્રતોના દ્રવ્ય-ભાવ પ્રકારોનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે.
આ અહિંસાદિ વ્રતોની સંકલના અદ્ભુત છે: સ્વાર્થી મનુષ્ય સાંસારિક લોભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પોતાનું કહે છે– માને છે, એટલે પછી તે લેવા-અપહરવા-ચોરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેનો ગાઢ સંશ્લેષ-સંસર્ગ કરે છે, અને તેવા ગાઢ પરિચયથી તેના પ્રત્યે તેને મૂચ્છભાવ, મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજે છે, જેથી તે પરપરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માર્થી મુમુક્ષુ જીવ તેવા હિંસાદિ કરતો નથી, પણ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચોરીથી, કે પરપ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમત્વરૂપ પરિગ્રહભાવથી તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતો નથી. કારણ કે તે સત્યાદિ પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હોઈ તેનું પાલન થતાં અહિંસાનું પણ પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે.
- હિંસાદિથી વિરમણરૂપ વિરતિ વા ઉપરમ કહો કે અહિંસાદિ વ્રત વા યમ કહો, બન્નેનો પરમાર્થ એક જ છે ને એકબીજાના પૂરક છે: પરભાવનું પ્રત્યાખ્યાન તે વિરતિ ને આત્મભાવમાં વર્તવાની પ્રતિજ્ઞા તે વ્રત. પરરૂપથી વિરમણ તે ઉપરમ ને સ્વરૂપમાં સંયમન તે યમ. આ