________________
૧૧૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
દેહાદિ-રાગાદિ પરભાવ-વિભાવથી સર્વથા વિરામ પામવારૂપ વિરતિભાવ-વ્રત પરિણામ આદરવા યોગ્ય છે. સર્વ પ્રાણાતિપાતથી, સર્વ મૃષાવાદથી, સર્વ અદત્તાદાનથી, સર્વ મૈથુનથી અને સર્વ પરિગ્રહથી મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધે વિરમણ તે સર્વવિરતિ કહેવાય છે. અને તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પંચ ‘મહાવ્રત' નામે પ્રસિદ્ધ છે. મહત્ પુરુષોએ આચરેલ હોવાથી, મહાન મોક્ષાર્થને પ્રસાધનાર હોવાથી, અને સ્વયં પણ મહાન હોવાથી આ મહાવ્રતો કહેવાય છે તે યથાર્થ છે. આ અહિંસાદિ પાંચ જેને જૈનો વ્રત કહે છે, તેને જ યોગ-સાંખ્યાદિ યમ કહે છે, બૌદ્ધો શીલ કહે છે. એટલે આ પંચ વ્રત સર્વતંત્રસાધારણ હોઈ સર્વમાન્ય છે. આ અહિંસાદિ મહાવ્રત ધરનારો પુરુષ મનથી, વચનથી કે કાયથી હિંસાદિ કરે નહિ, કરાવે નહિ કે અનુમોદે નહિ; અને તે નિ:શલ્ય હોય, “ નિ:શુલ્યો વ્રતી' અર્થાતું માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય ને નિદાનશલ્ય રહિત હોય; નિર્દભી, નિષ્કામી ને સમકિતી એવો વીતરાગ સમદર્શી હોય. આ સમ્યકત્વમૂલ અહિંસાદિ વ્રતનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી બને પ્રકારે સમજવા યોગ્ય છે.
સર્વ જીવોને આત્મબંધુ સમાન જાણી, સ્થાવર કે ત્રસ કોઈ પણ પ્રાણીને મનથી વચનથી કે કાયાથી હણવો નહિ, હણાવવો નહિ કે હણતાં અનુમોદવો નહિ, તે પ્રથમ અહિંસા મહાવ્રત. ભાવથી તો રાગાદિ વિભાવ પરિણામે કરીને આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવપ્રાણની-શુદ્ધ આત્મપરિણામની હિંસા ન થવા દેવી તે અહિંસા. સૂક્ષ્મ મૃષાવાદથી પણ વિરમી, જે જેમ છે તેમ સાચું બોલવું તે બીજું સત્ય મહાવ્રત. ભાવથી તો એક શુદ્ધ આત્મા સિવાયની કોઈપણ વસ્તુ પોતાની નથી, પરવસ્તુ છે, તેને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય. તૃણ માત્ર પણ પારકી વસ્તુ અણદીધી ન લેવી તે ત્રીજું અસ્તેય મહાવ્રત. ભાવથી તો શુદ્ધ આત્મા સિવાય પરવસ્તુનું આત્મભાવે આદાનગ્રહણ તે અદત્તાદાન-ચોરી છે, તેથી વિરમવું તે અસ્તેય. મનવચન-કાયાથી અબ્રહ્મચર્યનું વર્જન તે ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત. અબ્રહ્મમાં-અનાત્મરૂપ પરવસ્તુમાં વિચરવારૂપ અબ્રહ્મચર્ય