________________
પંચ મહાવ્રત વિશે વિચાર
૧૧૧
ક્રોધ-લોભ આદિ પ્રકૃતિની તરતમતા જોવામાં આવે છે; તેમજ સર્પ ને નકુલને, ઉદર ને બિલાડીને જન્મથી વેર હોય છે, તે પણ પૂર્વ જન્મનો સંસ્કાર દાખવે છે.
આ ઉપરાંત નૈસર્ગિક કવિત્વશક્તિવાળા આજન્મ કવિ જેમ, કોઈ આજન્મ યોગી-કુલયોગી એવા પૂર્વારાધક યોગભ્રષ્ટ પુરુષો જોવામાં આવે છે, તે પણ પુનર્જન્મના સિદ્ધાંતનું સમર્થન કરે છે. આવા યોગભ્રષ્ટ યોગીઓને પૂર્વારા ધિત યોગસંસ્કારની જાગૃતિ સ્વયં સહેજે સ્કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છોડેલા યોગની કડીનું અનુસંધાન શીઘ વિના પ્રયાસે હોય છે. મોક્ષપુરીના પ્રવાસે નીકળેલા આ યોગમાર્ગના અખંડ પ્રવાસી મુમુક્ષુઓ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરી વિશ્રાંતિ લે છે; અને આમ શ્રમ ઉતરી ગયે પુનર્જન્મરૂપ નવો અવતાર પામી તાજામાજા થઈને, અપૂર્વ ઉત્સાહથી યોગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે. બીજાઓને અન્ય પ્રાકૃતજનોને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે કંઈક જ અલ્પમાત્ર જ થાય છે, તે આવા આજન્મ યોગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે; અને તે પૂર્વજન્મનું અસાધારણ યોગારાધકપણું દર્શાવે છે. જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?”
(દોહરા) આત્મબુદ્ધિથી દેહમાં, પામે જ પુનર્જન્મ;
આત્મબુદ્ધિથી આત્મમાં, પામે અપુનર્જન્મ.
शिक्षापाठ ४३ : पंच महाव्रत विषे विचार
પુનર્જન્મનું–દેહાન્તર ગતિનું બીજ-મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિ છે, અને વિદેહપ્રાપ્તિનું બીજ આત્મામાં આત્મબુદ્ધિ છે; માટે પુનર્જન્મ ટાળવા ઇચ્છનાર મુમુક્ષુએ દેહમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વ છોડી ને આત્મામાં આત્મબુદ્ધિરૂપ સમ્યકત્વ ધારી, તે