________________
૧૧૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અસાધારણ વિશિષ્ટ લક્ષણ ના મુખ્ય ગુણ છે. સંસારી જીવનો આ ઉપયોગ અશુદ્ધ અને અપૂર્ણ છે. ઉપયોગની આ અશુદ્ધતા-અપૂર્ણતાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. “તે નિમિત્ત અનુપૂર્વિએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહાતાં કર્મપુદ્ગલ છે.’ તેમજ જગતની ચિત્રવિચિત્રતાનો યુતિયુકત ખુલાસો પણ આ કર્મના સિદ્ધાંતમાં જ પ્રાપ્ત થાય છે. કારણ કે ચિત્રવિચિત્ર જગજીવોની દેહ-આકારમાનસ-પ્રકૃતિ આદિની ચિત્રવિચિત્રતાનું પ્રયોજન અચિંત્ય સામર્થ્યવાળા કર્મ વિના સંભવતું નથી. ગર્ભાધાન થયે, અનુક્રમે શરીરના જુદા જુદા અંગોપાંગોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતવાળી અદ્ભુત અટપટી રચના યથાસ્થાને નિયત પ્રકાર ને નિયત આકારે થાય છે; વિવિધ આશ્ચર્યકારક ઇંદ્રિયવૈજ્ઞાનિક (Physiological) પ્રક્રિયાથી જીવ ગર્ભ મધ્યે નવ માસ પર્યત વૃદ્ધિ પામે છે; અને પછી નિયત સમયે માતાના ગર્ભમાંથી વ્હાર નિકળે છે, જન્મ પામે છે–આ જે સમસ્ત વિસ્મયકારક ઘટનાઓનો ખુલાસો આધુનિક વૈજ્ઞાનિકો ઘણું ઘણું મથતાં
છતાં મેળવી શકતા નથી, તેનો સ્પષ્ટ ખુલાસો જ્ઞાનીઓએ પ્રસ્થાપિત કરેલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતવાળા કર્મના સિદ્ધાંતમાંથી સહેજે મળી આવે છે. વિચિત્ર પ્રકારનો આ કર્મરૂપ વિધાતા, ચિત્રકારની પેઠે, આ ચિત્રવિચિત્ર સૃષ્ટિ ઉત્પન્ન કરે છે ને જીવને પુનર્જન્મ પમાડે છે.
આમ જેમ અનુમાનથી તેમ અનુભવથી પણ પુનર્જન્મની પ્રતીતિ થાય છે. જાતિસ્મરણ જ્ઞાન એ એક તેવો વિશિષ્ટ અનુભવ છે. જેમકે- ‘પુનર્જન્મ છે-જરૂર છે એમ અનુભવથી હા કહેવામાં હું અચળ છું.” (શ્રીમદ્ રાજચંદ્ર) અને આ અંગે શાસ્ત્ર પ્રસિદ્ધ અનેક દષ્ટાંતો પણ છે. આ જાતિસ્મરણથી ભૂત ભવ ગત રાત્રીના બનાવની જેમ યાદ આવી જાય છે. ભલે વિશેષથી સર્વને ભૂત ભવની સ્મૃતિ ન હોય, પણ સામાન્યથી તો સમસ્ત પ્રાણીને જાતિસ્મરણ હોય છે, અને તે જન્મદિને જ બાળક પોતાની મેળે સ્તનપાન કરે છે, ધાવવા માડે છે, તે પરથી વ્યક્તપણે જણાઈ આવે છે. આ જન્મમાં તો તેને તેવો અભ્યાસ નથી, એટલે તે પૂર્વજન્મનો જ અભ્યાસ સંસ્કાર છે એમ સ્પષ્ટ સૂચવે છે. વળી સર્પ આદિ કોઈમાં જન્મથી જ માંડી