________________
પુનર્જન્મ
૧૦૯ નવું વસ્ત્ર પહેરે, તેમ જૂનું ખોળિયું બદલાવી નવું ખોળિયું ધારી પુનર્જન્મ પામે છે; અને નાટકના પાત્રની જેમ, નવા લેબાસમાં હાજર થાય છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત આગમથી, અનુમાનથી અને અનુભવથી સિદ્ધ છે. આ પુનર્જન્મ કેવા પ્રકારે થાય છે, તેનો સમસ્ત સૂક્ષ્મ વિધિ જ્ઞાનીઓએ એવી અભુત વૈજ્ઞાનિક ચોક્કસાઈથી (Scientific accuracy) શાસ્ત્રમાં સંસ્થાપિત કર્યો છે, કે તે કોઈ પણ વિચક્ષણને તે યોગીશ્વરોના અતીન્દ્રિય જ્ઞાન માટે બહુમાન ઉપજાવ્યા વિના રહે નહિ.
એક દેહ છોડી બીજે દેહ (વિગ્રહ) ધારણ કરવાને અર્થે જીવ ગમન કરે છે, તે વિગ્રહગતિ કહેવાય છે, અને તેમાં માત્ર કાર્મણ યોગ હોય છે. આ વિગ્રહગતિ બે પ્રકારની છે: કાં તો ઋજુ એટલે વિગ્રહ-વળાંક વગરની, ને કાં તો વક્ર એટલે વિગ્રહ-વળાંકવાળી. હવે ગતિનો સામાન્ય નિયમ એવો છે કે જીવોની અને પુદ્ગલોની ગતિ અનુશ્રેણિ અર્થાતું આકાશપ્રદેશપંક્તિની અનુસાર જ હોય છે. સિદ્ધિ પામતા નિષ્કર્મ જીવની ગતિ અવિગ્રહા-વળાંક વગરની પ્રજુ હોઈ, કર્મપ્રતિઘાતના અભાવે લોકાંત પર્યત હોય છે. પણ સકર્મ એવા સંસારી જીવની ગતિ તો કાશ્મણ શરીરના આક્ષેપણ-ગુરુત્વાકર્ષણ-જન્ય પ્રતિઘાતને લીધે વિગ્રહવતી-વળાંકવાળી અથવા અવિગ્રહા-વળાંક વગરની હોય છે; અને તે ઉપપાતક્ષેત્ર પ્રમાણે તિર્ધક ઊર્ધ્વ કે અધ: ચાર સમય પૂર્વે જ હોય છે. આમ પૂર્વ દેહના સંબંધી સ્વજનો પ્રાણપોક મૂકી શોક શરૂ કરે, ત્યાર પહેલાં તો ક્યારનોયે આ સ્વકર્મવશગામી જીવ, વધારેમાં વધારે ચાર સમયમાં, ઉત્તર દેહના ઉત્પત્તિ ક્ષેત્રે પહોંચી ગયો હોય છે, અને ત્યાં ઔદારિક વા વૈક્રિય શરીરની રચનાને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે, અને તે જ જન્મ છે. આ જન્મ સંમૂછન, ગર્ભ અને ઉપપાત એમ ત્રિવિધ હોય છે. જરાયુજ, અંડજ, પોતજનો ગર્ભજન્મ; નારક-દેવનો ઉપપાત જન્મ; અને શેષનો સમૂઈન જન્મ હોય છે.
આમ આગમથી સ્થાપિત થયેલો આ પુનર્જન્મનો સિદ્ધાંત અનુમાનથી પણ આ પ્રકારે દૃઢ થાય છે: ઉપયોગ એ આત્માનું