________________
૨૪૬
પ્રશાવબોધ મોક્ષમાળા
( શિક્ષાપાઠ ૨૦ : વિમવિ ફેમી ૨
- રાગ, દ્વેષ ને મોહ એજ મુખ્ય વિભાવ અર્થાત વિકૃત ચેતન ભાવ છે. આત્માના સ્વભાવથી વિપરીત-વિરુદ્ધ તે વિભાવ; અથવા આત્માના સ્વભાવને અતિક્રમતો ‘વિશેષ ભાવ” તે વિભાવ. આત્માનું શુદ્ધ ચેતનભાવની મર્યાદામાં, મરજાદમાં, મર્યાદાધર્મમાં વર્તન તે સ્વભાવ અને તે જ ધર્મ છે; આ શુદ્ધ ચેતનભાવની મર્યાદાનું ઉલ્લંઘન તે વિભાવ અને તે જ અધર્મ છે. આમ આત્માનું જ્ઞાનાદિ સ્વભાવમાં વર્તવું તે ધર્મ અને રાગાદિ વિભાવમાં વર્તવું તે અધર્મ છે. સ્વભાવરૂપ સ્વધર્મને છોડી આત્માએ પરભાવ પ્રત્યે ગમન કર્યું, તેથી વિભાવરૂપ અધર્મ તેને વળગ્યો; અને તેથી કરીને કર્મ-રાહુએ આત્મ-ચંદ્રનું ગ્રહણ-ગ્રસન કર્યું. તેનો દારુણ વિપાક આત્માને પોતાને જ ભોગવવો પડયો; પારકા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવારૂપ પાપ અપરાધનો બદલો મળ્યો; “પરધર્મો માયાવદ :''-પરધર્મ ભયાવહ થઈ પડયો!
કારણકે દેહાદિ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ઉપજ્યા. એટલે તે તે વિષયના યોગમાર્થી-વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપ સ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભ્રાંતિને લીધે મન-વચનકાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપયોગ ચૂક્યો એટલે યોગ ચૂક્યો. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિતિત થવા લાગ્યું; વચનથી પરભાવ-વિભાવ મારા છે એવું મૃષાવચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું; અને કાયાથી પરભાવવિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુશ્લેષ્ટિત આચરાવા લાગ્યું. આમ “વિંતિમ કુમાસિક વૈgિ" રૂપ મન-વચન-કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ ‘તુ ' દુષ્કત ઉભરાવા લાગ્યું, અને તે આશ્રવદ્યારથી જીવ કર્મબંધનોથી ગાઢ બંધાવા લાગ્યો. તે આ પ્રકારે :
રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવ એ ભાવકર્મ છે. તે જીવનું પોતાનું જ સર્જન હોઈ ચેતનરૂપ છે. આ જીવવીર્યની ફુરણા જડ એવું પુદ્ગલ