________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ १९ : सम्यग्दर्शन } भाग २
આ સમ્યગુદર્શનનું લક્ષણ શું? શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યગુદર્શનનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને પણ સમ્યગદર્શનનું લક્ષણ કહ્યું છે તેનું રહસ્ય એ છે કે આત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક સમ્યક શ્રદ્ધા છે. એટલે આત્માનુભૂતિજન્ય સમક શ્રદ્ધા જ સમ્યગુદર્શનનું લક્ષણ છે એમ ફલિત થાય છે. એટલા માટે જ કહ્યું છે કે “ભૂતાઈથી–પરમાર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.” આ નવતત્વરૂપ અનેક વર્ષની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણ સૂત્ર પરોવાયેલ છે, તેને ખોળી કાઢી સમદષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન–અનુભવન કરે છે. આમ માનથી તલવારની જેમ, વસ્ત્રથી દેહની જેમ, દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન જેવા શુદ્ધ ચૈતન્યમય આત્માનું પરમાર્થથી ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ ઉપજવી તે સમ્યગદર્શનનું મુખ્ય લક્ષણ છે.
આ આત્માનુભવરૂપ સમ્યગદર્શનના આ બીજા બાહ્ય લિંગપાંચ પ્રગટ ચિન્હો પણ છે : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય. પ્રથમ તો પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું હોય, તો વિવેકવિચારનો અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મોક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે,” અને પછી સ્વદયા-પરદાયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે, ત્યારે પાંચમો આસ્તિષ્પ ગુણ પામવાની યોગ્યતા-પાત્રતા તેનામાં પ્રગટે. અથવા ઊલટા અનુક્રમે–આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્ત્વના અસ્તિત્વનીહોવાપણાની આસ્થા-અંતપ્રતીતિ ઉપજે, આત્મસ્વરૂપ સમજે, તો પોતાના આત્માની અનુકંપા ઉપજે કે–અરે! હું અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરભાવમાં રમો! તે રમવા યોગ્ય નહોતું! “હું છોડી નિજ રૂ૫ રમો પરપુદગલે! ઝીલ્યો ઊલટ આણી વિષય તૃષ્ણા જલે!”—એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિર્વેદ- સંસારથી અત્યંત કંટાળો આવી જાય, અને આ