________________
સમગદર્શન-ભાગ ૨
ભવબંધનથી શીધ્ર છૂટવાનો-મોક્ષનો તીવ્રવેગી અભિલાષ અર્થાત્ સંવેગ ઉપજે; અને તેના પરિણામે પ્રથમ પ્રગટે, વિષય કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવવિભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે, અને તેનો આત્માસ્વરૂપમાં સમાય. અને આમ “જ્ઞાનસ્થ હei વિરતિઃ' જ્ઞાનનું ફલ વિરતિ, ‘સમજ્યા તે શમાઇ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા' એ મહાસૂત્રો ચરિતાર્થ બને.
આવા આ પ્રશમાદિ ગુણ સમ્યગુદર્શનના લક્ષણરૂપ છે. એટલું જ નહિ પણ તેની પ્રાપ્તિમાં કારણરૂપ પણ છે. કારણકે જીવમાં જેમ જેમ આ પરમ ઉપકારી પ્રશમાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતા-પાત્રતા વધતી જાય છે. એટલે પછી “આખ પુરુષની પ્રતીતિ, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ, અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ'-એમ સમ્યકત્વની ઉત્તરોત્તર વધતી જતી ત્રણ કક્ષાઓને સ્પર્શે તે ધન્ય સમદષ્ટિ આત્મા કૃતાર્થ બને છે.
આવું આ મહા મહિમાવાનું સમ્યગદર્શન સમ્યગદષ્ટિરૂપ દિવ્ય નયન વિના પ્રાપ્ત થાય નહિ; અને આ દિવ્ય નયનની પ્રાપ્તિ તો સમ્યગું યોગદષ્ટિરૂપ દિવ્ય ચક્ષને પામેલા સાક્ષાત દષ્ટા એવા ભાવયોગી સદ્ગુરુથી જ થાય, નહિ કે દષ્ટિઅંધ એવા અસરથી. દષ્ટિઅંધ અસદ્ગર તો અંધની જેમ પોતે ઉન્માર્ગે જતા હોઈ, બીજાને પણ ઉન્માર્ગે દોરી દુર્ગતિની ગર્તામાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તો સદ્ગરનું જ નયન-દોરવણી જોઈએ. વળી જીવની દષ્ટિ જો દષ્ટિરાગથી રંગાયેલી હોય, તો તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું વિપર્યસ્ત હોય છે, સમ્યક હોતું નથી. ઘણી વખત લોકો દષ્ટિરાગની પુષ્ટિને પણ સમદષ્ટિપણે માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે, પણ એ બન્ને કેવળ જૂદી વસ્તુ છે. દાખલા તરીકે–પોતાના કુલધર્મના ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હોવા યોગ્ય એવા આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય છતાં, પોતાના મતસંપ્રદાયના આગ્રહથી અને પોતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી તેને ગુરુ