________________
૪.
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
માનવા તે પ્રગટ દષ્ટિરાગપણું છે. પણ સમ્યગ્દષ્ટિપણામાં તેવો રાગ હોતો નથી, એટલે તેમાં તો વસ્તુનું વસ્તુસ્વરૂપે સમ્યગ્દર્શન થાય છે; સદેવનું, સદ્ગુરુનું, સદ્ધર્મનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. આમ એ બન્નેનો પ્રગટ ભેદ છે.'
માટે સમ્યગ્દષ્ટ ઇચ્છનારા મુમુક્ષુએ તો દૃષ્ટિરાગં ને દષ્ટિઅંધપણારૂપ અંધશ્રદ્ધાને છોડી દઈ, દષ્ટિઅંધ એવા અસદ્ગુરુને ત્યજી સમ્યગ્દષ્ટિસંપન્ન જ્ઞાની વીતરાગ સદ્ગુરુનું જ આલંબન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગોચર એવી ‘બિના નયનકી બાત,’ ‘બિના નયન પાવે નહિ,’ યોગદષ્ટિરૂપ દિવ્ય નયન વિના પામે નહિ; પણ ‘સેવે સદ્ગુરુકે ચરન સો પાવે સાક્ષાત્.’
(દોહરા) આત્મઅનુભવ રંગ જ્યાં, શમ સંવેગ તરંગ; તે સમકિતના સંગનો, હોજો સદા પ્રસંગ !
शिक्षापाठ २० : ' याकिनीमहत्तरासूनु' हरिभद्रसूरि
સમ્યગ્ યોગદષ્ટિના નિરૂપણ વડે લોકોની અંધશ્રદ્ધારૂપ ઓઘદૃષ્ટિ ટાળી, જેણે પરમાર્થમય જિનમાર્ગનું સમ્યગ્દર્શન કરાવ્યું છે, એવા ‘યાકિનીમહત્તરાસૂનુ' શ્રી હરિભદ્રસૂરિના પવિત્ર ચરિત્રનું અત્રે સ્મરણ થાય છે. “વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે,”–એવા પ્રકારે નિષ્પક્ષ ન્યાયમૂર્તિની જેમ જેણે મધ્યસ્થ તત્ત્વપરીક્ષાની વીરગર્જના કરી છે, એવા આ ષદર્શનવેત્તા મહર્ષિ–આ ભારતભૂમિમાં મતદર્શનના આગ્રહથી પર એવા જે ગણ્યાગાંઠયા “નિર્પેક્ષ વિરલા કોઈ’” સાચા સંત પુરુષો થયા છે, તેમાં કોઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તત્ત્વજ્ઞ થઈ ગયા; સર્વ દર્શનનો સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંતદષ્ટિને યથાર્થપણે ઝીલનારા મહાપ્રભાવક જ્યોતિર્ધર આર્ષદષ્ટા થઈ ગયા.