________________
“યાકિનીમહત્તરાસૂન' હરિભદ્રસૂરિ
૪૯
વિક્રમના આઠમા નવમા સૈકામાં થઈ ગયેલા આ ભારતભૂષણ મહાત્મા, ચિત્રકૂટના (ચિત્તોડના) નિવાસી સર્વશાસ્ત્રપારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા; અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરોહિત હતા. તે ચતુર્દશ વિધાસ્થાનોમાં પ્રકષને પામેલા હતા, પણ તેમને પોતાની વિદ્યાનો મદ ચઢવાથી પ્રતિજ્ઞા કરી હતી કે–અત્રે જેનું કહેલું હું ન સમજી શકું તેનો હું શિષ્ય થઈ જાઉં. આમ દ્વિશ્રેષ્ઠ હરિભદ્ર અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતત્ત્વગવેષક હતા. એક દિવસ તે કોઈ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા. ત્યાં એક “યાકિની મહત્તરા' નામના વૃદ્ધ સાધ્વીજીને ‘વક્કી તુ ' ઇત્યાદિ ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા. આ ગાથાનો અર્થ બેસાડવા હરિભદ્ર ઘણું મથ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિ. એટલે તેમણે પાસે જઈને ઉપહાસમાં વૃદ્ધાને પૂછયું–અહો! માજી! આ તમે ચિફ ચિક શું કર્યું? ત્યારે યોગિનીએ જવાબ આપ્યો-બેટા! નવું લિંપેલું ચિક ચિક થાય. નવનિતં વિવિજાયતે I (અર્થાત્ વ્યંગમાં તું પણ નવો નિશાળીઓ છે, શિખાઉ આણઘડ છે, એટલે આ બધું તને ચિક ચિક લાગતું હશે, પણ તેમ નથી.) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રનો ઉપહાસ થઈ ગયો! એટલે ચમત્કાર પામેલા સત્યપ્રતિશ સરલાત્મા હરિભદ્ર વિનમ્ર બની વિનયથી પૂછયું–અહો માતાજી! તમે જે આ પાઠ કર્યો તેનો અર્થ આપ સમજાવો, હું તે અર્થ સમજતો નથી, હું આપનો શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું- હે ભદ્ર! પુરુષને શિષ્ય કરવાનો અમારો આચાર નથી, પણ તારી જિજ્ઞાસા હોય તો તું અમારા ધર્માચાર્ય પાસે જા, એટલે હરિભદ્ર જિનભટાચાર્ય પાસે જઈ, સમસ્ત નિવેદન કરી, તેમની પાસે દીક્ષિત થયા. પછી તો જિનદર્શનરૂપ પારસમણિનો સ્પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રનો આત્મા તેના રંગથી હાડોહાડ રંગાઈ ગયો. આમ જેના શુભ નિમિત્તથી પોતાનો આ જીવનપલટો થયો અને પરમ ધર્મબીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયો, એવા તે યોગિની ‘યાકિની મહત્તરા' ને પોતાને સદ્ધર્મસંસ્કારરૂપ ધર્મજન્મ આપનારા, સાચો પરમાર્થ ‘દ્ધિજ' બનાવનારા પોતાના ધર્મમાતા માની,