________________
નિર્જરાકમ
૨૨૧
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને હોય છે. તેના અંતે જ્ઞાનાવરણીય ૫, અંતરાય ૫, દર્શનાવરણીય ૪, યશ-કીર્તિ અને ઉચ્ચગોત્ર એ સોળ પ્રકૃતિઓનો બંધવ્યવચ્છેદ હોય છે.
પછી બારમાં ક્ષીણમોહ ગુણસ્થાને અંતર્મુહૂર્ત સ્થિતિ કરી તેના અંતે છેલ્લા બે સમયમાં નિદ્રા-પ્રચલા ખપાવે છે; અને અંત સમયે જ્ઞાનાવરણ ૫, અંતરાય ૫, દર્શનાવરણ ૪-એ ૧૪ પ્રકૃતિ ખપાવી, નિરાવરણ જ્ઞાન-દર્શન સમન્વિત કેવલી થાય છે; અને યાવત્ સયોગ હોય
ત્યાં સુધી માત્ર એક સમય સ્થિતિનું સાતા વેદનીય જ બાંધે છે. આમ તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે આયુષ્ય પ્રમાણે અંતર્મુહૂર્તથી માંડી દેશ ઊન પૂર્વકોટિ વર્ષ સુધી સ્થિતિ કરે છે.
પછી તે સયોગી કેવલી આયુષ્ય અંતર્મુહૂર્ત અવશેષ રહ્ય, વેદનીય જો આયુષ્ય કરતાં અધિક હોય તો તે બન્નેના સમીકરણ અર્થે સમુદ્યાત કરે છે. અર્થાત્ આત્મપ્રદેશનો વિસ્તાર કરી-વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશ વડે આખો લોક દંડ-કપાટ-પ્રતર આકારે પૂરી દે છે; અને તે તે કર્મપ્રદેશોને સ્પર્શી, શીધ્ર ભોગવી લઈ ખેરવી નાંખે છે; અને પછી તે આત્મપ્રદેશોને ઉલટા ક્રમે ઉપસંહરે છે. આ બધો સમુઘાતનો વિધિ માત્ર આઠ સમયમાં પતાવી, સયોગી કેવલી ભગવાન યોગનિરોધ કરી ચૌદમું અયોગી કેવલી ગુણસ્થાન પામે છે. ને ત્યાં નામકર્મ આદિની શેષ સર્વ પ્રકૃતિઓનો ક્ષય કરી, આ અયોગી કેવલી ભગવાન તત્સાણ જ સર્વ કર્મથી રહિત એવા શુદ્ધ આત્મા બની સિદ્ધ ગતિને પામે છે.
આમ ગુણસ્થાનની શ્રેણીએ ચઢતા જ્ઞાનીને સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન થયા કરે છે અને તેથી કરીને ઉત્તરોત્તર અસંખ્ય ગુણી નિર્જરા થયા કરે છે : (૧) ગ્રંથિક સત્ત્વો જે થોડા સમયમાં ગ્રંથિભેદ કરી સમ્યગદર્શન પામવાના છે, તે સાચા માર્ગજિજ્ઞાસુ મિથ્યાદષ્ટિ જીવો કરતાં અવિરતિ સમ્યગુદષ્ટિ અસંખ્યગુણી નિર્જરા કરે છે. (૨) તેના કરતાં દેશવિરતિ સમ્યગદષ્ટિ, (૩) તેના કરતાં સર્વવિરતિ સમ્યગુદષ્ટિ, (૪) તેના કરતાં અનંતાનુબંધીનો વિસંયોજક, (૫) તેના