________________
પ્રશાવબોધ મોક્ષમાળા અર્થાત્ કર્માદાની ધંધા આદરી, તે પાપોપાર્જન કરે છે. કારણકે ભોગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે કે જ્યાં જ્યાં ભોગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેનો દિલોજાન દોસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. ભોગની ઉત્પત્તિમાં, પ્રાપ્તિમાં અને ઉપભોગમાં સર્વત્ર પાપ પાપ ને પાપ જ
છે. આમ સર્વ પ્રકારના વિષયસાધનની ઉત્પત્તિ આરંભ વિના અર્થાત્ - જીવોના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. એટલે તે પાપમય ભોગસાધન અર્થે જીવ આરંભ વધારે છે.
અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભનો મિત્ર પરિગ્રહ પણ સાથોસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન પરિગ્રહ પણ પોતાના નામ પ્રમાણે, જીવને 'પરિ' એટલે ચોતરફથી ગ્રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તો આ ગ્રહ (ભૂત અથવા દુષ્ટ ગ્રહ અથવા મગર) જેવા પરિગ્રહની જીવ પર પકડ એવી તો મજબૂત હોય છે, કે તેના ભીડામાંથી છૂટવા ધારે તોપણ છૂટવું જીવને ભારે પડે છે. તે પરિગ્રહ બલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયો આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનોનો આ રોજનો જાતિઅનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા રાજાદિનું આંતરજીવન તપાસીએ, તો તે ભોગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ ગયેલાં દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પડી ગયેલા જણાય છે કે તેઓને ધર્મકાર્ય માટે ફુરસદ મળતી નથી! અથવા તો શ્રીમત ધનાઢય જનોની જીવનચર્યા નિરખીએ તો તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણકે દ્વિગારવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગૂંચીને તેઓ એટલા બધા ગરકાવ થઈ ગયેલા હોય છે કે ધર્મ જેવી કોઈ ચીજ જગતુમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ તેનું પણ તેમને ભાન રહેતું નથી! અથવા તો આ શ્રીમંતજનો પોતે પાથરેલી પરિગ્રહની જાળમાં એટલા બધા ગૂંથાઈ ગયા હોય છે, મીલ-કારખાના વગેરે પાપોપાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરોજણમાં એટલા બધા પરોવાઈ ગયા હોય છે, કે બાપડા શાંતિથી ભોજન પણ લેતા નથી! ચિંતામગ્ન થઈ રાતે નિરાંતે ઉંઘતા પણ નથી! તેમજ બીજાઓને પણ પોતપોતાના પ્રમાણમાં આરંભપરિગ્રહ