________________
૨૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ११ : प्रमादना स्वरूपनो विशेष विचार (२)
વૈતાલીયા અતિ દુર્લભ માનવત્વમાં, અતિ આ દુર્લભ જીવિતવ્યમાં; ક્ષણ કેવલ એક માનવી! તુજને યોગ્ય નથી ગુમાવવી. ૧ પળ ઉપર જાય છે પળો, દિવસો, ઉપર જાય દિવસો; વષો પર વર્ષ જાય છે, નિજ આયુષ્ય વ્યતીત થાય છે. ૨ ક્ષણ રે! ક્ષણ એમ વીતતાં, ભવ નિરંત વૃથા વહી જતા; કંઈ શ્રેય થયું ન તાહરૂં, વિસર્યો આત્મસ્વરૂપ તું ખરું. ૩ ઘટિયંત્ર ઘડી ઘડી કહે, કર કલ્યાણ મનુષ્ય ભવ્ય હે! ગત આ પળ આવશે નહિ, જતી દે તું જ-પ્રમાદને અહિ. ૪ ગલતું જ્યમ અંજલિ જલ, કુશ અગ્રે ચલ જેમ ઝાકળ; જલબિન્દુય અન્જિની દલે, ત્યમ આયુષ્ય નિરંતરે ગળે. ૫ કરતાં અહિંકાલ કાલ' રે! ભરશે કાળ કરાલ ફાળ રે; મનની મનમાં રહી જશે, પડ મા લેશ પ્રમાદના વશે. ૬ ભજશે તુજ કેશ શ્વેતતા, તજશે ઈન્દ્રિય વૃન્દ સ્વસ્થતા; તક સાધી સ્વશ્રય સાંધી લે, પૂર પૂર્વે દઢ પાળ બાંધી લે. ૭ તિજ આંતર નિંદ ગાઢ તું, ઉઠ આત્મ! ઉઠ જાગ જાગ! તું; પુરુષાર્થ સદા ખુરાવને, ભજ નિત્યે અપ્રમાદ ભાવને. ૮ દૂર મોહ નિશા પછી થશે, ચિદ આકાશ પ્રકાશ પામશે; ભગવાન નિજ ધામમાં જશે, સુખ શાંતિ પદમાં વિરામશે. ૯