________________
પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર (૧)
અસુંદર અવ્યવસ્થા છે, ઇત્યાદિ રાજકથા તેને આનંદ આપે છે. પણ તે મૂઢ જાણતો નથી કે આત્માનો વાસ્તવિક સ્વદેશ અને સ્વરાજ તો સહજાત્મસ્વરૂપ છે, અને પરદેશ-પરરાજ તો પરસ્વરૂપ છે. એટલે આવી વિક્થારૂપ પરકથામાં જીવ રચ્યો પચ્યો રહે, ત્યાં લગી તે સ્વરૂપથી ભ્રષ્ટ કેમ ન રહે? આમ આ પંચ પ્રમાદને જીવ જ્યાંલગી સેવે છે, ત્યાંલગી તે સ્વરૂપભ્રષ્ટ જ રહ્યા કરે છે.
૨૫
આમ આ સર્વ પ્રકારનો પ્રમાદ સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ સાથે પરસ્પર કાર્યકારણ સંબંધ છે. આ સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ એ જ સર્વ પ્રકારના પ્રમાદનું બીજ છે, એ જ સર્વ અનર્થનું ને સર્વ દુ:ખનું મૂળ છે, એ જ જીવનો મોટામાં મોટો ને ભયંકરમાં ભયંકર શત્રુ છે. આ ‘પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ ખેદકારક છે.’ પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે- એ રહસ્યમય સૂત્રોનો પરમાર્થ આ પરથી સ્પષ્ટ થાય છે. તેમજ-સમય ગોયમ મા પમાય- હે ગૌતમ ! સમયનો પ્રમાદ મ કર ! એ મહાસૂત્રનો મહિમા પણ આ પરથી સમજાય છે. સમય = (૧) કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, (૨) મર્યાદા, (૩) આત્મા, (૪) અવસર. આનો પરમાર્થ એ છે કે હે ગૌતમ ! તું આ સમય-મનુષ્યપણાનો અમૂલ્ય અવસર પામ્યો છે, તો હવે સમયમાં-સ્વરૂપમર્યાદામાં રહી, સમયને-આત્માને તું સમયમાત્ર પણ પ્રમાદ પમાડીશ મા! સમયમાત્ર પણ પરભાવમાં ગમન કરી આત્મસ્વરૂપની મર્યાદા ચૂકીશ મા! આમ ભગવાને એક સમયમાત્ર પણ પ્રમાદ કરવાની ના કહી છે, તો પછી વિશેષનું તો પૂછવું જ શુ? (ચોપાઈ) સમય તણો ય પ્રમાદ જ મૂક! સ્વરૂપની મર્યાદ ન ચૂક! સમય ન આવો આવશે ફરી, ભગવાન સ્વરૂપ ન ભૂલતો જરી.