________________
૨૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પ્રમત્ત થયેલો જીવ મોહમદિરાથી મત્ત બની પરભાવમાં અહંભાવરૂપ મદ પ્રમાદ ધરે છે. એટલે પછી તે મદમસ્ત જીવ પંચ ઇંદ્રિયરૂપ ગવાક્ષમાંથી પડતું મૂકી, ઝંપલાવી, પર વિષયમાં પતનરૂપ પ્રમાદ પામે છે. અને તે પતનથી મૂચ્છિત થઈ તેમાં આસકિત ધરતો વિષયાસક્ત જીવ તે વિષયને કાજે કષાય પ્રમાદને સેવે છે. આ પ્રકારે વિષયકષાયરૂપ પરભાવવિભાવમાં નિમગ્ન થયેલો તે આત્મભાન ભૂલી જવારૂપ પ્રમાદને પામી અજ્ઞાનરૂપ ઘોર નિદ્રામાં ઘોરે છે; અને આત્મકથાના વિસ્મરણરૂપ પ્રમાદને પામી વિપરીત એવી પરકથારૂપ વિકથી કરે છે આમ સ્વરૂપ ચૂકવાને લીધે ઉપજતા પંચ પ્રમાદથી ‘આખું જગતું પરકથા ને પરવૃત્તિમાં વહ્યું, જાય છે.”
અથવા આ પંચ પ્રમાદ આત્માને સ્વરૂપભ્રષ્ટ કરનારા કારણરૂપ પણ છે. કારણકે-મદિરાની જેમ અષ્ટ પ્રકારના મદ જીવને આત્મભાન ભૂલાવી સ્વરૂપથી ચૂકાવે છે. વિષય એ જીવના આત્મસ્વરૂપને હણનારૂં ભયંકર વિષમ વિષ છે; બીજાં વિષ તો એક વાર જ મારે, પણ આ વિષ હાલાહલ તો અનંત જન્મમરાણ કરાવી અનંતવાર મારે છે. અને આશ્ચર્ય તો એ છે કે આમ આત્માને વિષની જેમ મારી નાંખનારા આ વિષયના યોગક્ષેમાથે–વિષયસંરક્ષણાર્થે જીવ કષાય કરે છે! વિષયની મદદે શીધ્ર દોડી જવા કષાય દોસ્તો સદા તૈયાર જ Ever-ready) ઊભા છે! અને જીવને કષ-સંસારનો આય-લાભ પ્રાપ્ત કરાવી પોતાનું કષાય” નામ સાર્થક કરનારા આ કસાઈ જેવા કષાય નિર્દયપણે આત્મસ્વરૂપની ઘાત કરે છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જીવનો ભયંકરમાં ભયંકર પ્રમાદ છે. આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે જ જીવ અમૃત જેવી સરસ આત્મકથા છોડી, વિષ સમી વિરસ વિકથા સેવે છે. અજ્ઞાની જીવને જ વિષયવિકારની વૃદ્ધિ કરનારી શૃંગારમય સ્ત્રીકથા ગમે છે; ખાનપાનની વિવિધ વાનગીઓની વાતો કરવારૂપ ભક્તથા તેને વહાલી લાગે છે; સ્વદેશની આ સ્થિતિ છે ને પરદેશની તે સ્થિતિ છે, સ્વદેશમાં આ બન્યું ને પરદેશમાં તે બન્યું, ઇત્યાદિ દશકથા તેને રસ ઉપજાવે છે; આ રાજ્ય આપણું છે ને તે રાજ્ય પારકું છે, આપણા રાજ્યમાં આવી સુંદર વ્યવસ્થા છે ને તેના રાજ્યમાં તેવી .