________________
પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર (૧)
૨૩
શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ શ્રુત ઔષધિની શક્તિ અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂછિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે.
પરમ શાંતસ્વરૂપ વીતરાગના વદન-હિમાદ્રિમાંથી નીકળેલી એવી શાંતસુધારસના કલ્લોલો ઉછાળતી શ્રુતગંગાના નિર્મલ નીરમાં જે નિમજજન કરે છે, તે આત્મા શીતલ શુચિ અને શાંત થાય છે; અને તે દિવ્ય સરિતાની અખંડ શાંતવાહિતાના પ્રવાહમાં તણાતો જઈ પરમાત્મસ્વરૂપ સમુદ્ર ને મળે છે. (ચોપાઈ) સતયુત નિર્મલ ગંગાજલે, મનનો મલ સઘળોએ ગળે;
ચિત્તરત્નની અશુદ્ધિ ટળે, આત્મપ્રકાશે નિત ઝળહળે.
शिक्षापाठ १० : प्रमादना स्वरूपनो विशेष विचार (१)
સશાસ્ત્રનો ઉપદેશ જેના આત્મામાં પરિણમે છે, તેનો પ્રસાદ છૂટે છે. આ પ્રમાદ એટલે આળસુપણું એવો માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી પ્રમત્તપણું, ચુતપણું, ભ્રષ્ટપણું, આત્માનું સ્વરૂપથી ચૂકવું તે પ્રમાદ. એટલે જે કંઈ વડે કરીને જીવ પોતાની સ્વરૂપસ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ થાય, તે પણ પ્રમાદ એવો તેનો વિશાળ અર્થ છે. આત્માના સસ્વરૂપથી નિપાત નિચે પડવું, અધ:પતન થવું, તે સન્નિપાત એ જ મુખ્ય પ્રમાદ છે. અને આ સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતથી જ જીવને રાગ-દ્વેષ– મોહ એ ત્રિદોષ સન્નિપાતરૂપ અન્ય પ્રમાદ લાગુ પડે છે.
મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પંચ પ્રમાદ પણ આ સ્વરૂપભ્રષ્ટતારૂપ મુખ્ય પ્રમાદનું જ પરિણામ છે. કારણકે સ્વરૂપથી