________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
શું પ્રયોજન? જગતપૂજ્ય એવું સશાસ્ત્ર અમૃત છોડી કુશાસ્ત્રવિષથી આત્મવિડંબના કોણ કરે? વળી “અર્થકામની બાબતમાં લોકો વિના ઉપદેશે પણ પ હોય છે,” વગર શિખવ્ય પણ આપોઆપ પ્રવર્તે છે, પણ ધર્મની બાબતમાં તો શાસ્ત્ર ઉપદેશ વિના પ્રવૃતિ ઘટતી નથી. માટે તેમાં શાસ્ત્રને જ પ્રમાણભૂત ગણી, તદુકત વિધિ અનુસાર મુમુક્ષુ આદરથી પ્રવર્તે એ જ એને આત્મહિતનો હેતુ છે.
કારણ કે આ કરવું ને આ ન કરવું એમ આત્મપદાર્થને અવિરોધરૂપ વિધિનિષેધ જે દાખવે છે,-એવું સશાસ્ત્ર જ
મોહાંધકારભર્યા આ લોકમાં આલોક” (પ્રકાશ) કરનારો દીવો છે. સશાસ્ત્ર એ અજ્ઞાનાંધ જનોને તત્ત્વદષ્ટિ અર્પનારૂં જ્ઞાનચક્ષુ, દિવ્યનયન છે,–જે વિનાની ધર્મક્રિયા પણ “અંધપેક્ષા કિયા તુલ્ય છે. કારણ કે અંધપણાને લીધે માર્ગ ન દેખતો આંધળો ઉન્માર્ગે જઈ જેમ ઊંડા ખાડામાં પડી જાય, તેમ દષ્ટિગંધપણાને લીધે સન્માર્ગ નહિ દેખતો અજ્ઞાની જીવ ઉન્માર્ગે ગમન કરી દુર્ગતિરૂપ ગર્તામાં–ખાડામાં પડી જાય છે. પણ સશાસ્ત્રનું અવલંબન જીવને હસ્તાવલંબરૂપ થઈ પડી દુર્ગતિમાં પડતો અટકાવે છે, અને તેને સદ્ધર્મમાં ધારી રાખી આત્મઉન્નતિને પંથે ચઢાવે છે. સશાસ્ત્ર એ ભવઅરણ્યમાં ભૂલા પડેલા જીવપથિકને ઉત્તમ માર્ગદર્શક ભોમીઓ છે; મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુને બારમા ગુણસ્થાનકના અંત પર્યંત દિશાદર્શન કરાવનારો પરમ સહાયક સોબતી છે.
સતશાસ્ત્ર એ ભવરોગનો નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃત સંજીવની છે, એટલે ભવરોગનું નિવારણ ઈચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષ-મોહરૂપ ત્રિદોષથી આ જીવને સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત લાગુ પડયો છે; વીતરાગરૂપ સદવૈધે સશાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેનો આ ત્રિદોષ સન્નિપાત અવશ્ય દૂર થાય છે, અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાથ્ય-આરોગ્યલાભ પ્રાપ્ત થતો જાય છે. પરમ