________________
સત્યાચનો ઉપકાર.
शिक्षापाठ ९ : सत्शास्त्रनो उपकार
આ મૈત્રી આદિનો જે બોધ કરે છે, એવા વિશ્વકલ્યાણકારી સતુશાસ્ત્રનો ઉપકાર અમાપ છે. કારણકે ‘પ્રાણી માત્રનો રક્ષક બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે શ્રી વીતરાગનો ધર્મજ છે.* એટલે તે વીતરાગ ધર્મના નિરૂપક સશાસ્ત્રને જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે. શાસ્ત્ર એ અહિતમાંથી નિવૃત્તવી જીવને હિતમાં પ્રવર્તાવનાર સન્મિત્ર છે. શાસ્ત્ર એ અપાર ભવસાગરમાંથી જીવને પાર ઉતારનારી નૌકા છે. શાસ્ત્ર એ શિવસુખની જન્મદાત્રી જનની છે. “શાસ્ત્ર એ સર્વત્ર ગમન કરનારું ચક્ષુ છે.” શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનું, આપ્ત પ્રમાણભૂત જ્ઞાની પુરુષનું વચન. જીવને મોક્ષમાર્ગ સંબંધી જે શાસન-આજ્ઞા કરે અને ભવભયથી ત્રાણ- રક્ષણ કરે તે શાસ્ત્ર, એવો તેનો વ્યુત્પતિઅર્થ જ તેનું પરમ ઉપકારપણું સૂચવે છે.
અને આવું શાસ્ત્ર તો નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞનું જ વચન હોઈ શકે, બીજા કોઈનું નહિ. સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા પુરુષનું સવચન તે જ સશાસ્ત્ર અથવા સદાગમ છે; અને તે જ વસ્તુનું સસ્વરૂપ બોધી જીવનું સાચું કલ્યાણ કરવાને સમર્થ હોવાથી પરમ માન્ય છે. 'નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું'. કારણકે મહા યોગબલસંપન્ન તે તે મહાગુરુઓનો ચૈતન્યસ્વરૂપ આત્મા અક્ષર
સ્વરૂપે વ્યક્ત થઈ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ આવા પરોક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલંબન જ જીવને શ્રેયસ્કર થઈ પડે છે.
અત્રે “સ” શાસ્ત્ર એમ જે કહ્યું છે તે અસશાસ્ત્રનો વ્યવચ્છેદ કરવા માટે છે. કારણકે સશાસ્ત્ર જ જીવને ઉપકારી થાય છે; અસત્શાસ્ત્ર તો ઉપકારી નહિ, પણ મહા અપકારી થાય છે. રાગ-દ્વેષ-મોહની વૃદ્ધિ કરનારા એવા અસશાસ્ત્રનું આત્માથન - + આ ગ્રંથમાં “ ' એકવડા “ઇન્વર્ટેડ' કોમામાં અવતરણરૂપે મૂકેલ વચન શ્રીમદ્ રાજચંદ્રનું
છે અને “ ” બેવડા ઈન્વર્ટેડ કોમામાં મૂકેલ વચન અન્યનું છે એમ સર્વત્ર સમજવું.