________________
૨૦
પ્રશાવબોધ મોક્ષમાળા
કરવાને જેમ તું સદા તત્પર રહે છે, તેમ પરદુ:ખભંજન કરવાને તનમનધનની સમસ્ત શક્તિ હોમી દઈ તારી અનુકંપાને સાર્થક કર! અરે! મહાભવરોગથી આર્ત આ જીવો બિચારા અનંત જન્મ મરાદિ દુ:ખ અનુભવી રહ્યા છે; વિષયકષાયથી વ્યાકુલ થયેલા તેઓ પોતાના હાથે દુર્ગતિનો ખાડો ખોદી તેમાં ઊંડા ને ઊંડા ઉતરી રહ્યા છે. આ સર્વ જીવોને સન્માર્ગે દોરી હું શાસનરસિક કરું તો કેવું સારું! એવી ભાવદયાની ઊર્મિઓથી હે જીવ! તું તારા હદયસાગરને છલકાવી દે!
અને “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા'. માટે હે જીવ! તું ખરેખરું સુખ ઇચ્છતો હો, તો ઉદાસીન ભાવને ભજ! રાગ-દ્વેષ ન સ્પર્શી શકે. એવા ઊતુ– ઊંચા આત્મસ્વભાવના આસનમાં આસીન-સ્થિત થા! “આ અચેતન છે તે દશ્ય છે ને ચેતન છે તે અદશ્ય છે. તો હું કયાં રોષ કરું? ને ક્યાં તોષ કરું? માટે હું તો મધ્યસ્થ જ રહીશ”—એવો હે ચેતન! તું દઢ નિશ્ચય રાખ. સદબોધ દેતાં પણ કોઈ સમજાવ્યો ન સમજે તો પણ તું રોષ મ પામ. ભગવાન મહાવીર જેવાથી પણ સ્વશિષ્ય જમાલિ ઉન્માર્ગે જતાં રોધી શકાયો નહિ, તો બીજાનું શું ગજું? સૂત્ર છોડી કોઈ ઉસૂત્ર ભાખે, સન્માર્ગ છોડી કોઈ ઉન્માર્ગે જાય, અમૃત છોડી કોઈ વિષ પીએ, તો તેમાં આપણે શું કરશું? એમ ચિંતવી, પર ચિંતા છોડી હે - ચેતન! તું સમતાભાવે તારા નિજ સ્વરૂપની ચિંતા કર! અને આ અવનિના પરમ અમૃતરૂપ ઔદાસીન્ય શાંતસુધારસનું પાન કરી અત્રે જ જીવન્મુક્ત સુખનો અનુભવ કર! (શિખરિણી) બધા પ્રાણી પ્રત્યે સતત શુભ મૈત્રી ધરી રહો,
ગુણોથી શોભતા સુજન પ્રતિ પ્રીતિ બહુ વહો; ઉપેક્ષો વિરૂધ્ધ દુ:ખિત અનુકંપા નિત ચહો, પ્રકાશતો એવું ધરમ જિનનો આ જય હો!