________________
મૈત્રી આદિ ચાર ભાવના
‘પાત્રતા આપનારી’ છે. એટલા માટે જે મુમુક્ષુ જોગીજનો તેનું નિરંતર પુન: પુન: ભાવન કરે છે. જેમકે
૧૯
મારે સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રી છે. આ જગમાં મારો કોઈ પણ શત્રુ નથી ને મારે કોઈની સાથે વેર નથી. જેવું મારા આત્માનું સ્વરૂપ છે, તેવું જ આ સર્વ આત્માઓનું સ્વરૂપ છે. તેથી એ સર્વ મારા સાધર્મિક આત્મબંધુઓ જ છે, એમ નિશ્ચય રાખી હે ચેતન! તું વિશ્વબંધુત્વ ભાવ! સમસ્ત જગજીવ પ્રત્યે વાત્સલ્ય ધરી, તેઓનું નિરંતર હિત ચિંતવ! ‘સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો!’ એમ તું મૈત્રી ભાવનાનું ભાવન કર !
પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પોતાના હૃદયમાં પ્રફુલ્લિત થઈ હે ચેતન! તું તેના પ્રત્યે તારો સાચો પ્રમોદભાવ દાખવ! અને તે તે ગુણવંતની ધન્યતા ચિંતવ કે ધન્ય છે આને! આનામાં વિદ્યા- વિનય-વિવેક–વિજ્ઞાનનો કેવો વિકાસ છે! આ કેવો જ્ઞાનવાન, કેવો ચારિત્રવાન છે! ધન્ય છે આ આત્મારામી મુનીશ્વરોની પરમ નિગ્રંથ વીતરાગ વૃત્તિને! અહો આ મહંતોનું મહા અસિધારાવ્રત ! અહો આ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓની બ્રાહ્મી સ્થિતિ ! આ સદ્ધર્મપરાયણ સગૃહસ્થો પણ ધન્ય છે ! બન્ને કુળને અજવાળનારી આ સતી સ્ત્રીઓને ધન્ય છે! આવા સર્વ સુકૃતીઓના સુચરિત સંકીર્તનનો રસાસ્વાદ લેવડાવી હે ચેતન! તું તારી રસનાને ‘રસના’ કર! ગુણવંતની ગુણગાથા શ્રવણ કરાવી તારા શ્રવણને તું ‘શ્રવણ’ કર ! અન્યના ઐશ્વર્યના પ્રસન્ન અવલોકનથી તારા લોચનને તું ‘લોચન’ (રોચન) કર! અને આમ સાચા નિર્દભ પ્રમોદભાવથી અન્યના સુકૃતમાં મફતનો ભાગ પડાવી તારી જીભના, તારા કાનના ને તારા નેત્રના નિર્માણને કૃતાર્થ કર!
.
ક
રોગ વગેરે શારીરિક દુ:ખોથી જેમજ દારિદ્રય-દૌર્ભાગ્ય આદિથી ઉપજતા માનસિક દુ:ખોથી આ જગજ્જીવો બિચારા આધિ-વ્યાધિ- ઉપાધિરૂપ ત્રિવિધ તાપ પામી રહ્યા છે. તે પ્રત્યે હે જીવ! તું કરુણાર્ક દષ્ટિથી જો ! અનુકંપા ભાવ! અને પોતાનું દુ:ખ દૂર