________________
૧૮
પ્રશાવબોધ મોક્ષમાળા
સંસ્મરણાર્થે ભુવનદીપના દ્રવ્ય દીવા કરાવો!
સંસ્મરણાર્થે ભુવન રવિના દીપમાલા રચાવો! ધાવી ગુણો ભગવન તણા ભાવ દીવા જલાવો!
ભક્તિ ભાવે નિજહૃદયમાં આત્મ જ્યોતિ જગાવો! ૬
शिक्षापाठ ८ : मैत्री आदि चार भावना વિશ્વવંઘ મહાવીર ભગવંતે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર વિશ્વવત્સલ ભાવનાનું નિરૂપણ કર્યું છે. શાંતિના ફિરસ્તા જેવી આ ચાર ઉત્તમ ભાવના અધ્યાત્મની જનની, મોક્ષમાર્ગની પ્રવેશની, ચિત્તની પ્રસાદની અને ધર્મધ્યાનની રસાયની છે. જગતમાં બીજાઓ પ્રત્યે આપણું વર્તન અને વલણ કેવું રાખવું જોઈએ, તેનો અનુપમ બોધ કરતી આ ભાવનાઓ પ્રભાવના પામે, તો અશાંતિના કારણો દૂર થઈ જગતનું કેટલું બધું કલ્યાણ થાય? કારણ કે “પરહિતચિંતા તે મૈત્રી, પરસુખતુષ્ટિ તે મુદિતા, પરદુ:ખવિનાશિની તે કરુણા અને પરદોષઉપેક્ષણી તે ઊપેક્ષા.” અર્થાત્ સન્મિત્રની જેમ બીજા સર્વ જીવોનું હિત ચિંતવી સાચું મિત્રપણે દાખવવું તે મૈત્રી. બીજો કોઈ પણ આપણા કરતાં ગુણમાં કે પુણ્યમાં અધિક હોય, તો તે પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ-મત્સર નહિ કરતાં રાજીપો રાખવો, ચિત્તપ્રસન્નતા ધારી ગુણાનુરાગ દાખવવો તે પ્રમોદ. કોઈ આપણા કરતાં ગુણમાં કે પુણ્યમાં ન્યૂન હોય, અથવા દોષથી દુષ્ટ કે દુ:ખથી આર્ત હોય, તો તેના પ્રત્યે તુચ્છ ભાવરૂપ તિરસ્કાર નહિ કરતાં અનુકંપા ધરી, તેના દોષ-દુ:ખાદિનું છેદન કરવા તત્પર થવું તે કરુણા. અને કોઈ સમજાવવાના ગમે તેટલા પ્રયત્નો છતાં દોષરૂપ અકાર્યમાંથી વાર્યો વારી શકાય એમ ન હોય, કે વાંકો વિમુખ ઉપરાંઠો ચાલતો હોય, તો તેની ઉપેક્ષા કરી રાગદ્વેષ રહિત મધ્યસ્થપણું–ઉદાસીનપણું ધરવું, તે માધ્યસ્થ અથવા ઔદાસીન્ય. આવી આ યોગ-સન્મિત્રની મૈત્રી કરાવનારી આ મૈત્રી આદિ ભાવનાઓ જીવને મોક્ષમાર્ગની યોગ્યતા