________________
મહા માહણ મહાવીર
૧૭
સમાન છે, સર્વ જીવો સાધર્મિક આત્મબંધુ છે એવું વિશ્વબંધુત્વ બોધ્યું; સર્વત્ર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યઐ એ મહા ઉદાર વિશ્વકલ્યાણકારિણી ભાવનાઓ પ્રચારી, અને આમ ત્રીસ વર્ષ પર્વત પરમાર્થ ધર્મામૃતની વર્ષા વષવી, આ મહાવીર પ્રભુ દીવાળીના દિને બહોંતેર વર્ષની વયે નિર્વાણ પધાર્યા.
મંદાક્રાન્તા લોકો સર્વે ભુવનભરમાં મોહનિંદે સુતા'તા,
ને અજ્ઞાને ગહન તિમિરે ગાઢ તે ઘોરતા'તા; ત્યાં તો ઊગ્યો ભરત ગગને દિવ્ય તે વીર ભાનુ,
ધન્યા! ધન્યા! જનની ત્રિશલા ધન્ય સિદ્ધાર્થ માનું. ૧ તે વીરેન્દ્ર સકલ જગની ભાવ નિદ્રા ઉડાડી,
તે યોગીન્દ્ર જન મનમહીં આત્મજ્યોતિ જગાડી; તે બુન્હેન્દ્ર શિવપથ તણી શુદ્ધ વિધિ બતાવી, - તે દેવેન્દ્ર ભવવન વિષે સાચી દિશા સુજાડી. ૨ ‘જીવોને મા હણ” ઈમ મહા માહણે વીર નામે,
ફૂંક્યો મંત્ર ત્રય ભુવનમાં આ અહિંસા સુનામે; સૌ જંતુને જીવન પ્રિય છે, રક્ષજ સર્વ પ્રાણી!
ભાખી એવી જગતગુરુ તે શ્રી વીરે વીરવાણી. ૩ મૈત્રી સર્વે ભૂત પ્રતિ અહો! સર્વ જીવો ધરાવો!
દુ:ખી પ્રત્યે કરુણ ઝરણું નિત્ય સર્વે વહાવો! રાખો રાખો પ્રમુદિતપણું સર્વદા ગુણી પ્રત્યે!
દાખો દાખો વિપરીત પ્રતિ ભાવ માધ્યસ્ય નિ! ૪ એવી એવી અમલ અતિશે ભાવનાઓ પ્રસારી, | મુક્તિ કેરા અમલ પથની આત્મવિદ્યા પ્રચારી; દીવાળીને દિન જગદીવો નાથ નિર્વાણ પામ્યો,
જન્માબ્ધિથી તરણકરણો લોકઅગ્રે વિરામો. ૫