________________
૧૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
સંસારકારણ થશું! અમારા નિમિત્તે ક્લિષ્ટ કર્મ બાંધતા આ બાપડાની શી ગતિ થશે? એમ ચિંતવતાં તે પરમ કૃપાળુની આંખમાં ઝળઝળી આવ્યા. આવા કરુણામૂર્તિને તે નિણ દેવે વીસ મહા ઉપસર્ગો તે રાત્રીએ કર્યા, પણ ધ્યાનનિમગ્ન પ્રભુ લેશ પણ ચળ્યા નહિ. એટલે પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો હું ક્યા મોઢે સુધમસભામાં પાછો જાઉં એમ ચિંતવી, તે અધમાધમ સંગમે પ્રભુનો પીછો પકડી, આહારને પણ ન કલ્પ એવો દૂષિત અનેષણારૂપ કરી દેતાં છ માસ સુધી વિવિધ ઉપસર્ગો કર્યા. છેવટે સમતામૂર્તિ પ્રભુને મેરુવત અક્ષોભ્ય દેખી, તે દુષ્ટ દેવ થાક્યો અને ક્ષમા યાચી સ્વસ્થાને ગયો.
સંગમના આ ઘોર ઉપસર્ગ પછી ગોપે પ્રભુના કાનમાં ખીલા ખોડયા, તે ભયંકરમાં ભયંકર મહા ઉપસર્ગ પણ ક્ષમામૂર્તિ પ્રભુએ અનન્ય સમતાભાવે વેધો. આમ મહાસત્વપણાની જાણે કસોટી કરવા આવેલા મહા ઉપસર્ગ- પરીષહની અગ્નિપરીક્ષામાંથી શુદ્ધ સુવર્ણની જેમ મહાવીર સમુત્તીર્ણ થયા. અને આમ સાડાબાર વર્ષ પર્યત અખંડ મૌન પાળી, જેણે અપૂર્વ અપ્રમત્ત યોગ સાધ્યો હતો, એવા આ સમર્થ યોગીશ્વરને જુપાલિકા નદીના કાંઠે શુક્લ-શુદ્ધ આત્મધ્યાનની અપૂર્વ શ્રેણીએ ચઢતાં, કેવલજ્ઞાન ઉપર્યું.
પછી આ તીર્થકર ભગવંત મહાવીર ધર્મતીર્થનું સ્થાપન કરી, સર્વ શોકનો નાશ કરનારા એવા “અશોક” ધર્મચકનું પ્રવર્તન કર્યું. ઇંદ્રભૂતિ ગૌતમ આદિ મહા બ્રાહ્મણો તેમના પટ્ટશિષ્ય ગણધર થયા. મહારાજા બિંબિસાર (શ્રેણિક) આદિ મહાક્ષત્રિયો તેમના અંગ્રગણ્ય અનુયાયી . બન્યા. આનંદ આદિ મહાવૈશ્યો અને સદાલપુત્ર આદિ મહાશૂદ્રો પણ તેમના મહાભક્ત ઉપાસક થયા. ચારે વર્ણના લોકોને મહાવીરના વિશાળ વિશ્વવ્યાપક ધર્મધ્વજ તળે સ્થાન મળ્યું. ભારતવર્ષમાં સ્થળે સ્થળે ગ્રામાનુગ્રામ વિહાર કરતા આ ભારતના મહાજ્યોતિધર પોતાનો અહિંસા અને સત્યનો દિવ્ય સંદેશ જગતને સંભળાવ્યો; ધર્મ કોઈ એક અમુક જાતિનો જ ઇજારો નથી, પણ સર્વ કોઈ આત્માનો જન્મસિદ્ધ અધિકાર છે એવી ઉદ્ઘોષણા કરી; સર્વ આત્માઓ આત્મત્વધર્મે