________________
મહા માહણ મહાવીર
૧૫
કરવો નહિ, પાણિપાત્રમાં ભોજન કરવું, સદા કાયોત્સર્ગધ્યાને સ્થિતિ કરવી અને પ્રાયે મૌન રહેવું. આમ મૌન ધારી કાયોત્સર્ગ ભાવે નિરંતર શુદ્ધ આત્માનું ધ્યાન ધરતા આ જીવન્મુક્ત મહામુનિ, વિહગ જેમ મુક્તપણે, અવનિત વિચરતા રહ્યા.
દીક્ષાદિનથી માંડીને આ મહાનિગ્રંથ મહાશ્રમણને અનેક ઉપસર્ગો આવી પડ્યા, તેને આ મેરુ સમા સ્થિર ક્ષમામૂર્તિએ અનન્ય સમતા ભાવે સહન કર્યા. જેમ જેમ ઉપસર્ગનું બળ વધતું જતું હતું, તેમ તેમ આ મહાવીરનું આત્મવીર્ય ઓર ને ઓર ઝળકી ઊઠી તેમનું અંતર્ગત આધ્યાત્મિક મહાવીરપણું પ્રગટ કરતું હતું. ઉપસર્ગોથી ડરવાની કે ભાગવાની વાત તો દૂર રહી, પણ વીર સુભટની જેમ તેને સામા જઈ ઊલટા ભેટવા માટે આ મહાવીર ખાસ અનાર્ય દેશોમાં વિચર્યા. ત્યાં મુંડો એમ કહી કોઈ તેને હણતા હતા, કોઈ ગૂઢ ચર માની ધારી રાખતા હતા, કોઈ ચોર જાણી બાંધતા હતા, અને બીજાઓ પણ સ્વરુચિ પ્રમાણે અનેક પ્રકારની વિડંબના કરતા હતા. પણ પ્રેમમૂર્તિ પ્રભુ તો તે ઉપસર્ગ કરનારા નિસર્ગફૂર અનાર્યોને પણ પોતાના કર્મક્ષયમાં સહાયરૂપ આત્મબંધુ માની કર્મક્ષપણથી આનંદ પામતા; અને ઘોર તપશ્ચર્યા કરતાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું ધ્યાન ધ્યાવતાં પ્રતિમાવત્ સ્થિર
થતા.
એકદા પ્રભુ અઠ્ઠમ તપ કરી, એકરાત્રિની મહાપ્રતિમાથી એક રૂક્ષ દ્રવ્ય પર સ્થિર નિર્નિમેષ દષ્ટિએ એકાગ્ર ધ્યાને સ્થિત હતા. ત્યારે અવધિથી જાણી ઈંદ્ર સુધર્મા સભામાં પ્રભુના મેરુ સમા આ અક્ષોભ્ય ધ્યાનની પ્રશંસા કરી. તે સહન ન કરી શકવાથી મત્સરથી બળતો સંગમ નામનો એક દુષ્ટ દેવ, આ મર્ચ તે શી વિસાતમાં એમ હુંકાર કરતો, પ્રભુ જ્યાં ધ્યાનસ્થ બિરાજમાન હતા, ત્યાં આવ્યો અને તેમને ઘોર ઉપસર્ગો કર્યા. છેવટે હજાર લોહભારથી ઘડેલું કાલચક્ર તે દુષ્ટ પ્રભુ પર ફેક્યું, જેથી તે ગોઠણ સુધી પૃથ્વીતલમાં નિમગ્ન થઈ ગયા. એવી સ્થિતિમાં પણ તે કરુણાસિબ્ધ મહાવીર તે દેવને માટે શોચવા લાગ્યા કે-અરે! વિશ્વને તારવા ઇચ્છતા અમે આ બિચારાના