________________
૧૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७ : महा माहण महावीर સાચું બ્રાહ્મણપણું ભૂલી અજ્ઞજનો જ્યારે હિંસામય યજ્ઞ આદિ અધર્મ પ્રવૃત્તિમાં મગ્ન થઈ ગયા હતા, અને અંધશ્રદ્ધાની આંધી જ્યારે લોકોના હૃદયમાં અંધકાર ફેલાવી રહી હતી, ત્યારે જગતનું આ મોહતિમિર વિદારવા જગદુદ્ધારક મહા માહણ મહાવીરનો પ્રાદુર્ભાવ થયો.
આ સિદ્ધાર્થકુલદીપક વીર ક્ષત્રિયપુત્ર ત્રીસ વર્ષની ભર યુવાવસ્થામાં, છતી રાજ્યલક્ષ્મીને તૃણવત્ ત્યજી, અપૂર્વ વૈરાગ્યથી ત્યાગ કરીને ચાલી નીકળ્યા. જેને જન્મથી જ મતિ, શ્રુત ને અવધિ એ ત્રણ મહાજ્ઞાન હતા, એવા આ જ્ઞાનગંભીર ત્યાગવીર ત્રિશલાનંદનને દીક્ષા અવસરે જ ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટયું; અને તે જ દિને આ અસંગ મહામુનિ અન્યત્ર વિહાર કરી ગયા. માર્ગમાં ઇંદ્ર આવી ભગવાનને વિજ્ઞાપ્યું- હે પ્રભુ! હું પારિપાર્થક થઈને આપના ઉપસર્ગ નિવારવા ઇચ્છું છું. ભગવાને કહ્યું–આ કદી બન્યું નથી ને બનવાનું નથી કે અતાદિ કોઈ પણ આત્મા પર સહાયથી કેવલજ્ઞાન પામે. તે વીર આત્માઓ આત્મવીર્યથી જ કેવલ ઉપાર્જી પરમ પદ પ્રાપ્ત કરે છે. આમ ઇંદ્રની ભક્તિજન્ય ઈચ્છાનું પણ જેણે નિવારણ કર્યું, એવા આ દેહમાં પણ નિર્મમ પ્રભુ ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, ગજેંદ્ર જેવા મસ્ત, મૃગેન્દ્ર જેવા નિર્ભય, સાગર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, પૃથ્વી જેવા ક્ષમાશીલ, ખશૃિંગ જેવા એકાકી, ફણિધર જેવા એકાન્તદષ્ટિ, વૃષભ જેવા સ્થિર, કૂર્મ જેવા ગુખેન્દ્રિય, ભારંડ જેવા અપ્રમત્ત, ગગન જેવા નિરાલંબન, શંખ જેવા નિરંજન, સુવર્ણ જેવા જાતરૂપ, અને કમલદલ જેવા નિર્લેપ હતા. આવા આ સર્વત્ર સમભાવી અવધૂત, વાયુની જેમ અપ્રતિબદ્ધપણે, ગ્રામ-નગર–અરણ્યાદિમાં એકાકી આત્માને ભાવતા સતા વિહરવા લાગ્યા. અપ્પા મારેમાળે વિદર . ચાતુર્માસ આવતાં મહાવર એક કુલપતિના આશ્રમમાં વાસ કર્યો. ત્યાં કિંચિત્ અપ્રીતિનું કારણ થતાં તે ચાતુર્માસમાં પણ ત્યાંથી ચાલી નીકળ્યા, અને તેમણે આ પાંચ અભિગ્રહ રહ્યા:–અપ્રીતિસ્થાને રહેવું નહિ, ગૃહસ્થનો વિનય