________________
સાચું બ્રાહ્મણપણું
૧૩
જીવ મ્હારૂં જ્યોતિસ્થાન છે. યોગો મ્હારી સૂવા છે. શરીર મ્હારૂં ઇંધન છે. કર્મ હારા સમિધ છે. સંજમ જોગ શાંતિ છે. ઋષિ સંબંધી એવો પ્રશસ્ત હોમ હું હોખું . આવો સાચો ભાવયજ્ઞ-બ્રહ્મયજ્ઞ કરનારા હરિકેશિબલ મુનિ જન્મે ચાંડાલ છતાં લક્ષણે સાચા બ્રાહ્મણ હતા; એટલે જ ત્યાં આગળ વધીને કહ્યું છે કે-મુંડનથી શ્રમણ થતો નથી, ૩કારથી બ્રાહ્મણ થતો નથી, અરણ્યવાસથી મુનિ થતો નથી, કુશચીરથી તાપસ થતો નથી. પણ સમતાથી શ્રમણ હોય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ હોય, જ્ઞાનથી મુનિ હોય, તપથી તાપસ હોય; કર્મથી બ્રાહ્મણ હોય, કર્મથી ક્ષત્રિય હોય, કર્મથી વૈશ્ય હોય, કર્મથી શૂદ્ર હોય.
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પરમાર્થથી મોક્ષમાર્ગમાં જાતિવેષનો ભેદ છે જ નહિ. તે યથોક્ત મોક્ષમાર્ગ જે કોઈ પણ સાચો મુમુક્ષુ સાધે છે, તે મુક્તિ પામે છે. જાતિવેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” પરમાર્થથી તો બ્રહ્મ જાણે તે બ્રાહ્મણ, રાગાદિ આંતર્ શત્રુઓને હણે તે ક્ષત્રિય, આત્મહાનિ ત્યજી આત્મલાભનો જ વ્યાપાર કરે તે વૈશ્ય (વાણીઓ) અને આંતર્ મલનું શોધન કરે તે શૂદ્ર. આ ચારે વર્ણના સારભૂત પરમાર્થગુણ જાણી, તેને આત્મામાં પરિણમાવવા તે જ સાચું બ્રાહ્મણપણું ને તે જ સાચું શ્રમણપણું. (અનુષ્ટ્રપ) ચુતગંગા મહીં સ્નાત, સ્નાતકો શુચિ જે થયા;
સાચા પવિત્ર ચારિત્રી, બ્રાહ્મણો શ્રમણો કહ્યા.