________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પોતાના યોગિકુલને છાજે એવું વર્તન કરે છે. જેમકે પરભાવવિભાવરૂપ પર ઘર પ્રત્યે ન જવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલ્લંઘાય એવા ઉચિત મર્યાદા ધર્મમાં–‘મરજાદ'માં વર્તવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું, ઇત્યાદિ યોગિકુલના ધર્મને કુલયોગી બરાબર પાળે છે. તેમજ-કુલપુત્ર જેમ અનાર્ય કાર્ય દૂરથી વર્જે છે, તેમ આ આર્ય કુલયોગી દ્વિજો પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પોતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચોરી કરવારૂપ અદત્તાદાનન, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપે વ્યભિચારને અને મમત્વથી પરવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને, ઇત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે. આવું જ્ઞાનસંસ્કારસંપન્ન સમ્યગુદષ્ટિ જોગીજનનું જે પારમાર્થિક દ્વિજપણું તે જ સાચું બ્રાહ્મણપણું છે.
આ બ્રાહ્મણત્વ સાથે યજ્ઞની ભાવના પણ જોડાયેલી છે, તેનો પરમાર્થ પણ વિચારવા યોગ્ય છે. પોતાપણાની-અહંત્વમમત્વની બુદ્ધિ હોમી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિ:સ્વાર્થપણેનિષ્કામપણે જે કંઈ યજન, પૂજન, ભક્તિ આદિ સદનુષ્ઠાન કરવામાં આવે તે યજ્ઞ. ઇંદ્રિય પશુઓનું અર્થાત્ વિષયવાસનાઓનું બલિદાન આપી, ધર્મધ્યાન અગ્નિમાં કર્મબન્ધનને હોમી દેવા તે યજ્ઞ. કર્મ ઇન્ધનને ભસ્મ કરનારા આવા અગ્નિહોત્રની ‘ધૂણી’ સદાય ધખાવી સાચો ભાવયજ્ઞ- બ્રહ્મયજ્ઞ કરે તે જ સાચો બ્રાહ્મણ. ગીતામાં કહ્યું છે કે-“જે બ્રહ્મને અર્પણ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ હવિ (હોમદ્રવ્ય) બ્રહ્મઅગ્નિમાં, બ્રહ્મથી હોમવામાં આવે છે; અને બ્રહ્મકર્મ સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યે જ જવાનું છે.”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આવો જ ભાવ બતાવ્યો છે. ત્યાં બ્રાહ્મણો જન્મથી ચાંડાલ એવા હરિકેશિબલ મુનિને પૂછે છે કે હે મુનિ! તમારી જ્યોતિ (અગ્નિ) શું છે? તમારૂં જ્યોતિસ્થાન શું છે? તમારી સુવા (કડછી) કઈ છે? તમારા ઇંધન કયા છે? ક્યા હોમથી તમે જ્યોતિને હોમો છે? મુનિ જવાબ આપે છે-તપ હારી જ્યોતિ છે.