________________
સાચું બ્રાહ્મણપણું
યંતનાથી છકાય જીવની રક્ષા એ આ પરમ કોમળ ભાવદયા પરિણામનો સહજ સ્વાભાવિક વ્યવહાર છે, અને એ જ પરમકૃપાળુ નિગ્રંથોએ આચરેલો પરમ સુંદર આચાર છે. ચાલો આપણે પણ ‘એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ!' (અનુષ્ટુપ) સ્વભાવને વિભાવે જે, ના હણી સ્વદયા ધરે; તેહ ભાવદયાસિંધુ, હિંસા કેમ કરે? ખરે !
૧૧
शिक्षापाठ ६ : साधुं ब्राह्मणपणुं
.
આવા પરમ અહિંસામય દયાધર્મનું પાલન કરવું એ જ સાચું બ્રાહ્મણપણું છે. બ્રાહ્મણનું પ્રાકૃત રૂપ ‘માહળ' થાય છે, તે પણ એ જ પરમાર્થનું સૂચન કરે છે કે હે બ્રાહ્મણ ! હે માહણ ! તું જીવને માહણ ! જીવહિંસા કરીને આત્મસ્વરૂપની ઘાત મ કર! અથવા બ્રાહ્મણ એટલે નવવાડવિશુદ્ધ બ્રહ્મચર્યધારી, વા બ્રહ્મમાં–શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરનારો બ્રહ્મચારી. શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત એવો જે ‘દ્રવ્યભૂત’ હોય અને દેહમમત્વ છોડી કાયા વોસરાવી દીધી છે એવો જે ‘વ્યુત્ક્રુષ્ટકાય' હોય, તેને જ શ્રી સૂયગડાંગ સૂત્રમાં સાધુ કહ્યો છે; અને તેને જ ત્યાં માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ એમ ચાર યથાર્થ સંજ્ઞા આપી છે.
+ જ =
વિપ્ર અને દ્વિજ એ બ્રાહ્મણના પર્યાયશબ્દો છે, તે પણ એ જ ભાવને પુષ્ટ કરે છે. વિઘા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ મોહરૂપ અવિદ્યા દૂર કરી જે આત્મવિદ્યાના પ્રકર્ષને પામેલ છે તે વિપ્ર. દ્વિ બે વાર જેનો જન્મ થયો છે, અથવા બીજો જન્મ જેનો થયો છે તે દ્વિજ. અર્થાત્ સમ્યગ્દર્શનરૂપ સંસ્કારબીજ આત્મામાં રોપાયાથી જેનો સમ્યગ્દષ્ટરૂપે બીજો જન્મ-નવો અવતાર થયો છે, તે ‘દ્વિજ’. આ સમ્યગ્દર્શનરૂપ આધ્યાત્મિક સંસ્કારજન્મ પામવાનો અધિકાર કોઈ પણ જાતિને છે. આવો સંસ્કારજન્મ પામવાથી યોગિકુલમાં જન્મ પામેલા ‘કુલયોગી’ દ્વિજો, કુલવધુ જેમ,