________________
૧૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અહિંસાનો આવો ગત– પ્રયાગત ભાવ ને અવિનાભાવિ સંબંધ છે. વ્યવહારથી અને પરમાર્થથી આ અહિંસા એ પરમ ધર્મ કેવી રીતે છે, તેની કંઈક મિમાંસા કરીએ, એટલે દયાની પરમ ધર્મતા પણ સ્વયં સમજાઈ જશે.
પ્રમત્તયો~િાવ્યપરોપvi હિંસા એ સૂત્ર પ્રમાણે પ્રાણનું વ્યપરોપણ-હણવું તે હિંસા, એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. એટલે રાગદ્વેષાદિ પ્રમાદવશે કરીને, મન-વચન-કાયાના યોગથી, પોતાના કે પરના કોઈ પણ ઇંદ્રિયાદિ દ્રવ્ય પ્રાણનું હણવું તે દ્રવ્યહિંસા ને જ્ઞાનાદિ ભાવપ્રાણનું હણવું તે ભાવહિંસા. તેથી વિપરીત તે અહિંસા. આમાં મુખ્ય ચાવી આત્મપરિણામના હાથમાં છે; સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણું હોવાથી એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસોટી છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં ન હોવું, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ-પ્રમત્ત થવું, અથવા રાગ દ્વેષ– મોહ આદિ વિભાવરૂપ પ્રમાદથી વિકૃત ભાવને પામવું, તે આત્મસ્વરૂપની ઘાતરૂપ ભાવહિંસા છે. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય વગેરે પણ આત્માના પ્રમાદરૂપ વિકાર ભાવના-વિભાવના કારણ છે. માટે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગભૂત છે. એથી ઊલટું આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું, રાગાદિ પ્રમાદથી સ્વરૂપભ્રષ્ટ ન થવું, તે શુદ્ધ આત્મપરિણામની અઘાતરૂપ ભાવ અહિંસા છે; અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. આમ અહિંસા એ જ પરમ ધર્મ છે, એટલે દયાની પરમ ધર્મતા સહેજે સિદ્ધ થાય છે.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આત્મદ્રવ્યને જ્યાં પરદ્રવ્યનો કે પરભાવનો સમય માત્ર પણ પરમાણુ જેટલો સંગ નથી, એવા પરમ અહિંસક શુદ્ધ સહજ આત્મસ્વરૂપે સ્થિતિ એ જ પરમ તાત્ત્વિક ભાવ અહિંસા છે, એ જ પરમ ભાવદયા છે અને એ જ પરમ ધર્મ છે. આવો પરમ ભાવદયામય શુદ્ધ અહિંસા ધર્મ સ્વાચરણથી સિદ્ધ કરી, જેણે શુદ્ધ સહજાત્મસ્વરૂપે સ્થિતિ કરી છે, એવા પરમકૃપાળુ શ્રી જિનદેવે આ ભાવદયામય પરમ ધર્મનું આ સ્વરૂપ પ્રકાશ્ય છે.