________________
દયાની પરમ ધર્મતા
પરમ તીર્થનું તેણે સેવન કર્યું છે “ હિંસા પરમો ધર્મ:'' એ સૂત્ર પણ એ જ ભાવનો પ્રતિધ્વનિ કરે છે. દયા એ “સર્વમાન્ય ધર્મ' છે. સર્વ દર્શનોએ આ દયાને એકી અવાજે વખાણી છે. અને તેમાં પણ જિનદર્શને તો અવધિ જ કરી છે. કરુણાસિબ્ધ મહાવીરની દયાનો અખૂટ ઝરો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ રક્ષા સુધી આગળ વધ્યો છે. કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પણ દુ:ખ દેવું નહિ, મન-વચનકાયાથી કોઈ ને પણ દૂભવવું નહિ; દૂભાવરાવવું નહિ અને દૂભાવનારને અનુમોદવું નહિ; એટલું જ નહિ પણ સર્વ પ્રાણીનું સુખ ઇચ્છવું ને કરવું, એ જ ભગવાન મહાવીરના બોધનો મુખ્ય ધ્વનિ છે. ‘સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.’ આ દયા એ જ સર્વ ધર્મનું મૂળ ને સર્વ સિદ્ધાન્તનો સાર છે. સત્ય, શીલ, દાન આદિ પણ દયાની રક્ષા કરનારા અંગભૂત અંગરક્ષક જેવાં છે. એ બધાંય ‘દયા હોઈને રહ્યા પ્રમાણ' છે. દયા એ સૂર્ય અને સત્યાદિ તેની પ્રદક્ષિણા કરતું નક્ષત્રમંડલ છે. માટો દયા એ જ મોટામાં મોટો ધર્મ છે.
દયા એટલે કરુણા અથવા અનુકંપા. કરુણાભાવથી હૃદયનું દ્રવવું, અનુકંપિત થવું તે દયા. પુષ્પપાંખડીને પણ દૂભવતાં અરેરાટી ઉપજે એવું ચિત્તનું કોમળ પરિણામ તે કરુણા. બીજા જીવોને દુખવેદનાથી આત્મામાં જેવો કંપ થાય છે, તેવો તેને અનુસરતો કંપ પોતાના આત્મામાં સંવેદવો, પરદુ:ખે દાઝવું ને તે જાણે પોતાનું જ દુ:ખ હોય એમ જાણી તે દૂર કરવા પ્રવૃત્ત થવું તે અનુકંપા. આવી કરુણામય દયા જે પાળવા ઇચ્છતો હોય, તે પર જીવને દુ:ખ કેમ આપી શકે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઇચ્છે નહિ, તે દયાળુ નાના મોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે કરુણાળુ તો કયારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે; એટલું જ નહિ પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આમ અહિંસા એ દયાનું સ્વાભાવિક પરિણામ છે. દયા-અહિંસાનો સંબંધ માતા-પુત્રી જેવો છે. બન્ને એક સીક્કાના બે પાસા જેવી છે. જ્યાં દયા છે ત્યાં અહિંસા છે ને અહિંસા છે ત્યાં દયા છે. દયા અને