________________
ત્રણ મનોરથ
૨૭
शिक्षापाठ १२ : त्रण मनोरथ હે પરમ કૃપાળુ દેવ! આપના ચરણકમળની કૃપાથી મને આરોગ્યની પ્રાપ્તિ હો! બોધિલાભની પ્રાપ્તિ હો! ઉત્તમ આત્મસમાધિની પ્રાપ્તિ હો! આપના અનુગ્રહથી આ મારા ત્રણે મનોરથ પૂર્ણ થાઓ!
' હે ભગવાન! હું મહા ભવરોગથી આ છું. જન્મ–જરામરણાદિ દુઃખોથી હું ક્ષણે ક્ષણે તીવ્ર વેદના અનુભવું છું. મોહસન્નિપાતથી હું આત્મભાન ભૂલ્યો છું. ઉગ્ર રાગવર મને પરિતાપ પમાડી રહ્યો છે. તીણ દ્રષશલ્ય મારા દદયમાં ભોંકાઈ રહ્યું છે. વિષયકષાયની વ્યાકુલતા મને મહા અશાંતિ ઉપજાવી રહી છે. કર્મજન્ય આ ભાવરોગથી મારા આત્માની આવી અનારોગ્ય સ્થિતિ થઈ પડી છે. જેને સહજ આત્મસ્વરૂપ સ્થિતિમય પરમ સ્વાથ્ય વર્તે છે, એવા હે આરોગ્યમૂર્તિ સહજાન્મસ્વરૂપ પ્રભુ! મને તમારા જેવું સ્વાચ્ય અને આત્મઆરોગ્ય પ્રાપ્ત હો!
' હે ભવરોગના ભિષગવર! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બોધિ ઔષધિના સેવન વિના મારો આ ભવરોગ મટે એમ નથી. માટે હે બોધિમૂર્તિ પ્રભુ! હું આપને શરણે આવ્યો છું. તો હવે સમુદ્રમાં નષ્ટ રત્ન જેવા પરમ દુર્લભ આ બોધિરત્નના લાભથી મારો જન્મ સફળ થાઓ! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળો આ બોધિ-સ્નદીપક મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો!
આ બોધિ વિના મને સમાધિ થવી સંભવતી નથી. માટે હે સમાધિમૂર્તિ પ્રભુ! બોધિની પ્રાપ્તિ થઈ મને આત્મસમાધિની પ્રાપ્તિ થાઓ! બીજના ચંદ્રમા જેવી બોધિબીજ કલાનો વિકાસ પામી, મારો આત્મ-ચંદ્ર પૂર્ણ સમાધિની સોળે કલાથી ખીલી ઉઠો! મારૂં વાસનામય ચિત્ત વિલીન થઈ આત્મામાં લય પામો! સર્વે પરભાવ-વિભાવ સમાઈ જઈ, મારો આત્મા સ્વરૂપમાં સમાઈ અખંડ આત્મસમાધિ અનુભવો!