________________
૨૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
હે સચ્ચિદાનંદ પ્રભુ! આમ આપના કૃપાપ્રસાદથી બોધિ, સમાધિ અને આત્મઆરોગ્ય પામી મારો આત્મા આપના જેવી નિરાબાધ ને નિરામય સ્વસ્થ અવસ્થા પામો! એટલું જ પ્રાર્થ છું તે સફળ થાઓ! ૩ શાંતિ: શાંતિ: શાંતિ:! (દોહરા) પરમ કૃપાળુ દેવ હે! આપો. બોધિલાભ;
આપો આરોગ્યલાભ ને, આપ સમાધિલાભ.
(૨)
“મનુષ્યત્વ, આર્યદશ, ઉત્તમકુળ, શારિરીક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુકત થવાની સાચી જિજ્ઞાસા એ છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦. “મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારું” " – શ્રીમદ્ રાજચંદ્ર, પ્રણીત મોક્ષમાળા
( શિક્ષાપાઠ, ૪૫ “શ્રાવકે ત્રણ મનોરથ ચિંતવવા”
– શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા-૧, પૃ. ૭૦૬