________________
મંત્ર
૧૮૭
પદના વાચક મંત્રાક્ષરોમાં લબ્ધિ સિદ્ધિ સભર ભરેલી છે. અને તેથી આત્મસાધનનો સંગ-અનુસંધાન ઉપજે છે. “લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધન સંગ.” દિવચંદ્રજી) કારણકે એ મંત્રપદોના
સ્મરણથી અરિહંત કોણ? સિદ્ધ કોણ? આચાર્ય કોણ? ઉપાધ્યાય કોણ? સાધુ કોણ? એમ તેનું અંતસ્તત્વ સ્વરૂપ ચિંતવતાં તાત્વિક રંગ પ્રગટે છે ને સમજાય છે કે-સહજત્મસ્વરૂપમાં સુસ્થિત એવા જીવન્મુક્ત આત્મા તે અરિહંત. સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત એવા વિદેહમુક્ત આત્મા તે સિદ્ધ. સહજાત્મસ્વરૂપ સ્થિતિની ઉચ્ચ ભૂમિકાને પામેલા એવા જીવન્મુકત સાધક આત્માઓ તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ ગુણનિધાન પંચપરમેષ્ઠિ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આત્મગુણોના અધિષ્ઠાન છે, એટલે ગુણીથી અભિન્ન એવા આ ચારે પદ પણ આત્મારૂપ હોઈ સહજાત્મસ્વરૂપ
આમ આ પાંચે પદ અથવા નવે પદ આત્મારૂપ છે અને તેનું અંતસ્તત્ત્વ સહજાત્મસ્વરૂપ છે. ચૌદ પૂર્વ એ એક આત્મા પ્રગટ કરવા માટે છે અને આ પંચ પરમેષ્ઠિ ને નવ પદ એ પ્રગટ મૂર્તિમંત આત્મારૂપ છે; એટલે આ પંચ પરમેષ્ઠિનો નમસ્કાર મંત્ર ચૌદ પૂર્વનો સાર કહ્યો છે તે સર્વથા યથાર્થ છે. અને આ નમસ્કાર મંત્રના અથવા સિદ્ધચક્ર મંત્રના પરમ સારરૂપ જે ‘સહજાત્મસ્વરૂપ” છે, તે તેના અંતસ્તત્વરૂપ બીજમંત્ર હોઈ આત્મારૂપ નવે પદની એકી સાથે પરમ તત્ત્વસ્તુતિ, પરમ નિશ્ચયસ્તુતિ, પરમ ભાવસ્તુતિ અને પરમ પરમાર્થસ્તુતિરૂપ છે; એટલે તે પણ ચૌદ પૂર્વના સારરૂપ પરમ નમસ્કાર મંત્રથી અભિન્ન છે. આવા પરમ ચમત્કારિક પરમાર્થ લબ્ધિસંપન્ન નમસ્કાર મંત્રના પદસ્થ ધ્યાનથી આત્મધ્યાનની શ્રેણીએ ચઢતા આત્માને, મહા ભાગ્યવંત શ્રીપાળ રાજા ને મયણાસુંદરીની જેમ, સર્વ દ્રવ્ય-ભાવ ઋદ્ધિ-સિદ્ધિ આવીને મળે એમાં આશ્ચર્ય શું? ભાવિતાત્મા મહાત્મા શ્રી વિનયવિજયજી કૃત શ્રીપાળરાસમાં ગાયું છે કે- “વીર જિસેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમાં, દ્ધિ મળે સવિ આઈ રે.”