________________
૧૮૮
પશાવબોધ મોક્ષમાળા
(દોહરા) ચૌદ પૂર્વનો સાર છે, નવપદરૂપ નવકાર;
આત્મારૂપ નવપદ તણો, સહજાન્મસ્વરૂપ સાર.
शिक्षापाठ ७१ : श्रीपाल राजा अने मयणासुंदरी
મારા પસાથે સક્લ લોક સુખ ભોગવે છે–એવી અભિમાનવાણી રાજસભામાં રાજા પ્રજાપાલે ઉચ્ચારી, ત્યારે તેની પુત્રી મયણાસુંદરી બોલી ઊઠી- પિતાજી! વિવેકથી વિચારો. “એ અદ્ધિ અથિર નિદાન.” સર્વ જીવો સુખદુ:ખ અનુભવે છે, તે કેવલ કર્મના પસાથે કરીને છે. તેમાં અધિકું ઓછું કોઈથી પણ કર્યું જતું નથી. માટે “પિતાજી! મા કરો જૂઠ ગુમાન.” આ વચન સાંભળી રાજા કોપથી કળકળી ઊઠયો ને બોલ્યો - તું વ્હાલી પણ વેરણ થઈ. મેં મારા વચનનો વિઘાત કર્યો ને મહારી લાજ લોપી. “રે! બેટી! ભલીરે જાણી તું આજ!” તું ખરેખર મૂર્ખ શિરતાજ છે. તું જે આ લીલાલ્હેર કરી રહી છો તે બધોય મારો જ પ્રસાદ છે. મયણાએ કહ્યું- પિતાજી! તમે તત્ત્વ વિચારો. મનમાં રોષ મ આણો. “કમેં તુમ કુલ અવતરી રે, મે કિહાં જોયો જોષ?” મોટા મને તમે મને મલ્હાવો છો, તે સર્વ કર્મપ્રસાદે કરીને જ છે, એ ભેદ આપ અવધારો. રાજાએ કહ્યું- જે તને એકાંત કર્મ ઉપર આટલો બધો હઠવાદ છે, તો અમે તમને કમેં આણેલો કંથ પરણાવશું. એમ મનમાં દોષ રાખીને રાજાએ સભા વિસર્જન કરી.
એક દિવસ રાજા રવાડીએ ચઢયો હતો. ત્યાં રસ્તામાં અંગ દેશનો રાજકુંવર શ્રીપાલકુમાર-જે કોઢીયાની સંગતિથી કોઢીયો થયો હતો તેની સાતસો કોઢીયાની સેના સામી મળી. તે કોઢીઆ ઉબર રાણાનો એક દૂત આવીને પ્રજાપાલ રાજાને પ્રણમીને કહેવા લાગ્યો- રાજ! અમારા રાજાને સઘળી ઋદ્ધિ મળી છે. પણ સુકુલની એવી કન્યા કોઈ તેને દીએ તો અમારા મનોરથ ફળે. એટલે રોષાવિષ્ટ રાજાએ તેને મયણા આપવાનો સંકલ્પ કરી દૂતને કહ્યું – તું હારા રાજાને અમારા ઘરે લઈ આવ. હું એને રૂપમાં રંભા સમી