________________
શ્રીપાલ રાજ અને મયણાસુંદરી
૧૮૯ રાજકુમારી આપીશ. પછી શ્રીપાલ રાજા સાથે કુષ્ટિ સેના રાજદ્વારે આવી. પ્રજપાલ રાજાએ મયાણાને કહ્યું – આ તમારો નાથ આવ્યો છે. કર્મે આ તમારો વિવાહ કર્યો છે. હવે સંપૂર્ણ સુખ અનુભવો! મયાણા તો પિતાનું વચન પ્રમાણ કરી, ઉબર રાજાના વામ અંગે આવીને ઊભી રહી. ત્યારે ઉંબર રાણો બોલી ઊઠ્યો- હે રાજન! આ અનુચિત કાર્ય થાય છે. કાગના કઠે મુક્તાફલની માળા ઘટતી નથી. પ્રજાપાલે કહ્યુંકન્યાના કર્મબલે આ કર્યું છે. એમાં મારો દોષ નથી. એમ કહી મયણાને તેની સાથે પરણાવી.
પછી મયણા અને શ્રીપાલ ભુવનમાં બેઠા છે. ઉબર રાણો મયણાને કહે છે – સુંદરી હજીય વિમાસ. મારા સંગે તમારો સોવન સરખો દેહ વિણસશે. માટે નિજ માતા પાસે જઈ સુંદર રાજાને વર કરો. તેના આ વચન સાંભળી દડદડ આંસુ સારતી મયણાયે પ્રણમીને વિનવ્યું – હે વાલેસર! તમે વચન વિચારી ઉચ્ચરો. તમે ચતુર સુજાણ છો, તમે જ મારા જીવજીવન વ્હાલા છો. “અવર ના નામ ખમાય રે.” “પચ્છમ રવિ નવિ ઉગમે રે લો, જલધિ ન લોપે સીમ રે; સતી અવર ઈચ્છે નહીં રે લો, જાં જીવે તો સીમ રે.”
પછી મયણાસુંદરી અને શ્રીપાલ કુમારે સદગુરૂના ઉપદેશથી શુદ્ધ આત્માર્થે નિષ્કામપણે સિદ્ધચકની પરમ ભક્તિથી એકનિષ્ઠ આરાધના કરવા માંડી. “જસ જગ જાગતી જ્યોત રે” એવા તે સિદ્ધચકના સહજ પ્રભાવે ક્લિષ્ટ કર્મનો ઉદય નષ્ટ થતાં તેનો કુષ્ટ રોગ નષ્ટ થયો, દિને દિને તેનો વાન વધવા લાગ્યો ને દેહ સુવર્ણ સમાન થયો. સાતસો કોઢિયા હતા તે પણ રોગમુક્ત થયા ને હર્ષ પામી નિજ નિજ સ્થાનકે ગયા. “સિદ્ધચકનો મહિમા જુઓ! સકલ લોક મન અચરિજ હુઓ.” આ સર્વ મહિમાથી મયણાસુંદરીની માતા રૂપસુંદરી હર્ષથી બોલી ઉઠી “ વખતવંત મયણા સમી, નારી ન કો સંસાર; જિણો બેહુ કુલ ઉદ્ધર્યા, સતી શિરોમણિ સાર.” અનુક્રમે રાજા પ્રજાપાલે પણ આ વાત સાંભળી, એટલે તે પણ આશ્ચર્યચકિત થઈ પશ્ચાતાપ પામી બોલી ઊઠયો- હે મયણા! તે સભામાં સર્વ વાત સાચી કહી હતી.