________________
સાર્વજનિક શ્રેય
૯૩
આમ લોકોના ઈહલૌકિક કલ્યાણ માટેના સાધનો યોજવા યોગ્ય છે. એટલું જ નહિ પણ પારલૌકિક સાધનોનો તો વિશેષ કરીને પ્રબંધ કરવા યોગ્ય છે, કે જેથી વિદ્યા, વિનય, વિવેક, વિચાર ને વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને લોકોની સમ્યક તત્ત્વદષ્ટિ ખૂલી સત્ય ધર્મનો સમુદાય થાય. જેમકે- ઠામઠામ વિદ્યામંદિરો ઉઘાડી સવિઘાની વૃદ્ધિ કરવી. જ્ઞાનની પરબ જેવા ગ્રંથાલયો કરી જ્ઞાનની પિપાસા છિપાવવી. સંસ્કારના ધામ જેવી જ્ઞાનસંસ્થાઓ સ્થાને સ્થાને સંસ્થાપવી. વિદ્યાવ્યાસંગી વિદ્વાનોને ઉત્તેજન-બહુમાન આપવું. સર્વ પુરુષો ને સર્વ સ્ત્રીઓ જ્યાં સુશિક્ષિત સુશીલ ને ધર્મનીતિપરાયણ છે એવો આદર્શ સુસંસ્કારી સમાજ સર્જાવવો.
અને આ સાર્વજનિક શ્રેયના પ્રયોજનની સિદ્ધિને અર્થે આ સમ્યક જ્ઞાનપ્રચારના શુભ કાર્યમાં પ્રત્યેક શ્રીમંત અને ધીમંત આત્માર્થીએ એ છૂટે હાથે પોતાનો ફાળો આપવો જોઈએ; અને પરમ ઉપકારી જ્ઞાનીઓ આપણા માટે અમૂલ્ય વારસો મૂકી ગયા છે, તે અદ્ભુત જ્ઞાનનિધાનનો આત્મહિતકારી સદુપયોગ કરી, જગતુમાં ઉદારપણે તે પરમ શ્રતની પ્રભાવના કરવી જોઈએ. આવા પુણ્ય કાર્યમાં
જ્યારે શ્રીમંત-ધીમંતનો ઉત્તમ સહકાર જામશે, જ્યારે ધીમંતોની જ્ઞાનગંગા શ્રીમંતોની ધનયમુના સાથે ભળી સરસ્વતીનો સંગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજજન કરી જગત પાવન બનશે, ત્યારે સાર્વજનિક શ્રેય કરનારી જ્ઞાનીની વાણીનો જગમાં જયજયકાર થશે, અને આમ સાર્વજનિક શ્રેય હાંસલ કરવાથી યોગબીજનો પરમ લાભ પામેલા આ પુણ્યવંત આત્માઓનો પણ જયજયકાર થશે! (દોહરા) સાર્વજનિક શ્રેયમાં, યથાશકિત કરી યત્ન;
આત્માર્થી મુમુક્ષુ લહે, જ્ઞાનાદિ ગુણરત્ન.