________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ३७ : भगवान ऋषभदेवजी
આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતભાગમાં જ્યારે કલ્પવૃક્ષોનો પ્રભાવ મંદ થઈ રહ્યો હતો, ત્યારે પરમ લોકકલ્યાણકારી જંગમ કલ્પદ્રુમ સમાં ભગવાન ઋષભદેવજીનો પ્રાદુર્ભાવ થયો. નાભિ કુલકર અને મરુદેવી માતાના આ કુલદીપક આદિ નારેશ્વર, આદિ મુનીશ્વર ને આદિ જિનેશ્વરે લોકોનું દ્રવ્ય-ભાવ સંકટ ટાળી અનુપમ સાર્વજનિક શ્રેય કર્યું.
આ પરમર્ષિના જન્મથી પાવન થયેલા તે સુવર્ણ યુગમાં દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીયા લોકોના સર્વ મનોરથો પૂરતા હતા. પણ કાળક્રમે તે કલ્પવૃક્ષોનો પ્રભાવ પણ ક્ષીણતા પામ્યો. ત્યારે શું કરવું એમ કિંકર્તવ્યમૂઢ થયેલી પ્રજાએ વિનીતાપતિ રાજા ઝષભદેવજીને સવિનય વિનવ્યું–હે નાથ! હવે અમારે જીવન કેમ નિર્વાહવું? એને ઉપાય આપ કૃપા કરીને દર્શાવો. એટલે પરમ કરુણાળુ શ્રી ઋષભદેવજીએ વ્યવહારથી અનભિજ્ઞ તે ભોળી અને ભલી પ્રજાના કલ્યાણાર્થે સકલ લોકવ્યવહાર પ્રવર્તાવ્યો; સકલ કલાઓ અને વિદ્યાઓ શીખડાવી; અને નહિ મુંઝાતાં, હવે આ કર્મભૂમિમાં સત્કર્મરૂપ પુરુષાર્થ કરી, સાચા કર્મયોગી બનો!—એવો બોધ કરી, સર્વનો સર્વોદય કરે એવી પરમ ઉદાર ને ન્યાયી રાજનીતિ પ્રવર્તાવી. આમ જેના શાસનકાળમાં સર્વ લોકો સર્વ પ્રકારે સુખી હતા, એવા આ પરમ લોકપ્રિય રાજા 2ષભદેવજીએ ઘણા લાંબા કાળ સુધી પ્રજાનું પુત્રવત પાલન કર્યું. - પછી જન્મથી જ જે ત્રણ જ્ઞાનના ધારક અને આજન્મ વૈરાગી હતા, એવા આ ભગવાને ભરતાદિ પુત્રોને પૃથ્વી વહેંચી આપી, વર્ષ પર્યત પરમ ઉદારદાનની ધારા વષવી; અને શમસામ્રાજ્યના ગ્રહણાર્થે આ સાગરાન્ત પૃથ્વીના સામ્રાજ્યનો તૃણવત્ ત્યાગ કરી, દીક્ષા લઈ દ્રવ્ય-ભાવ નિગ્રંથ થઈને ચાલી નીકળ્યા. વિખરાયેલી જટાથી જેનો
સ્કંધપ્રદેશ શોભી રહ્યો હતો, એવા આ અવધૂત પ્રભુ એકાકી મૌનપણે વિચરવા લાગ્યા. જ્યાં જ્યાં પ્રભુ જતા ત્યાં લોકો તેમને પોતાના ભૂતપૂર્વ રાજા જાણી, તેમની પાસે ભક્તિથી મુક્તાફલ, રત્ન,