________________
ભગવાન ઋષભદેવજી
વસ્ત્રાદિ ધરતા,–જેનો આ સ્વદેહમાં પણ નિ:સ્પૃહ મુનીશ્વરને કંઈપણ ખપ ન હતો. મુનિપણાના આચારથી અભિજ્ઞ હોવાથી તે મુગ્ધ લોકોને પ્રભુને નિર્દોષ આહાર અર્પવાનું સૂઝ્યું નહિ. એટલે આમ પૂર્વ કર્મના દોષથી ભગવાનને આહારલાભનો એક વર્ષ પર્યંત અંતરાય પડયો. પછી જેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું હતું, એવા શ્રી શ્રેયાંસકુમારે, અક્ષય તૃતીયાના પુણ્ય દિને ભગવાનને ઈક્ષુરસથી પ્રતિલાભિત કર્યા; અને આ પરમ તપસ્વીને વર્ષીતપનું પ્રથમ પારણું કરાવવાનું અનુપમ સૌભાગ્ય પ્રાપ્ત કરી પરમ શ્રેય હાંસલ કર્યું. આમ રશિરે શૂરની જેમ પરીષહ-ઉપસર્ગને સમભાવે સહન કરતા, આ આત્મધ્યાનનિમગ્ન યોગીશ્વર ઋષભદેવજીએ અલ્પ સમયમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
૯૫
66
તે જ સમયે તેમના જ્યેષ્ઠ પુત્ર ભરતની આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. ત્યારે કોનું પૂજન પ્રથમ કરવું? કૈવલ્યજ્ઞાની પ્રભુનું કે ચક્રરત્નનું? તેની વિમાસણ ભરતેશ્વરને થઈ પડી. ‘તાત ચક્ર ધર પૂજ્ય, ચિંતા એહ હુઈરી” પણ ક્યાં જડ એવું પામર ચક્રરત્ન? ને ક્યાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા પરમ ભાવરત્ન પ્રભુ? એમ ચિંતવતાં તેમણે પ્રભુપૂજન જ પ્રથમ કરવું ઉચિત જાણ્યું. “રીઝવવો એક સાંઈ, લોક તો વાત કરેરી.' અને પ્રભુદર્શનાર્થે જતાં ભરતરાજ, મરુદેવા માતાજીને પણ સાથે લઈ જવા માટે આવ્યા. ઋષભદેવજી જ્યારથી સર્વસંગપરિત્યાગી થઈને ચાલી નીકળ્યા હતા, ત્યારથી તેમના દર્શનને ઝંખતા મરુદેવાજીને ઝૂરી ઝૂરીને રુદન કરતાં ચક્ષુએ પડળ આવી ગયા હતા. આવા મરુદેવાજી પાસે આવીને ભરતરાજે કહ્યું-માજી! પિતાજી અત્રે પધાર્યા છે ને તેમને અનુપમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. માટે ચાલો દર્શનાર્થે!
પછી મરુદેવા માતાજીને હાથીની અંબાડીએ બેસાડી ભરત ચક્રી પ્રભુ સન્મુખ ચાલ્યા. માર્ગે જતાં મરુદેવાજી પોતાના ચિત્તનું સમાધાન કરતાં ભાવવા લાગ્યા-હે ઋષભ! અમારા જેવા રાગી તે પ્રીતિ કરે, પણ તું તો વીતરાગ છો. એટલે અરાગી સાથેની પ્રીતિ તો લોકોત્તર