________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વીતરાગ માર્ગે જ થઈ શકે. અનાદિની પ્રીતિ તો મોહવિષ ભરેલી છે, તે રીતે પ્રીતિ કરવાનો મારો ભાવ છે, પણ ત્હારા જેવા નીરાગી સાથે તો મોહ વિષ રહિત નિર્વિષ પ્રીતિ જ થઈ શકે. તો પછી તું અમોહસ્વરૂપ સાથે મોહરૂપ પ્રીતિ કરવાનો અઘટિત બનાવ કેવી રીતે બને ? પર વસ્તુ સાથેની અનંતી પ્રીતિ જે ત્રોડે, તે જ ત્હારી સાથે પ્રીતિ જોડે. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ.'' આમ જ્યાં મરુદેવાજી ભાવી રહ્યા છે, ત્યાં તો પ્રભુના સમવસરણના દર્શન થતાં ભરત આશ્ચર્યથી બોલી ઉઠયા–માજી! જુઓ! આ ભગવાનનું સમવસરણ! જુઓ! આ આપના પુત્રની અતિશય અદ્ભુત ઋદ્ધિ! એટલે હર્ષના અશ્રુ ઉભરાતાં માતાજીના આંખના પડળ ખૂલી ગયા ને પ્રભુની અદ્ભુત ૠદ્ધિ દેખતાં, તેમના અંતર્ના મોહપડળ પણ ખૂલી ગયા, ને તેઓ તત્ક્ષણ કેવલજ્ઞાન પામ્યા! પછી પ્રભુને વંદન કરી, સદ્બોધ શ્રવણ કરી ભરતરાજ સ્વસ્થાને આવ્યા અને ચક્રરત્નને પૂજી ચક્રવર્તી દિગ્વિજય કર્યો.
૯૬
ભરતે પોતાના અઠ્ઠાણુ નાના ભાઈઓને પોતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું. એટલે તેઓ ફરીયાદ કરતા ભગવાન ઋષભદેવજી પાસે ગયા. ભગવાને ‘‘સંવુાહ ∞િ ન વુાઃ '' ઇત્યાદિ બોધથી તેમનો ઐહિક મોહ દૂર કરાવી, તેમને પ્રતિબોધ પમાડયા. આમ ભવ્ય જનોને પ્રતિબોધ પમાડતા ભગવાન ઋષભદેવજી, પરમાર્થમેઘની વૃષ્ટિ વર્ષાવતા ભારતઅવિનને પાવન કરવા લાગ્યા, અને આમ લાખો વર્ષ શુદ્ધ સનાતન આત્મધર્મનો ઉપદેશ આપી, આ પરમ પરોપકારી પુરાણ પુરુષ અષ્ટાપદ પર્વત પર પાદપોપગમન અનશન કરી, પરમ નિર્વાણપદને પામ્યા.
(દોહરા) ધર્મામૃતના મેઘ તે, પરમ પુરુષ પુરાણ; લોકકલ્યાણકરા નમું, ઋષભદેવ ભગવાન.