________________
સદ્ગુણ
૯૭
शिक्षापाठ ३८ : सद्गुण
સર્વ શ્રેયની પ્રાપ્તિ સદ્ધર્મથી થાય છે, પરંતુ સદ્ગુણની પ્રાપ્તિ વિના સદ્ધર્મશ્રવણની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, માટે શ્રેયાર્થીએ કેટલાક પ્રાથમિક સદ્ગુણ અંગમાં અવશ્ય પ્રગટાવવા યોગ્ય છે.
ન્યાયોપાર્જિત ધન એ તો સન્માર્ગને અનુસરનારા માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ મધ્યેનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયું છે, ધર્મના કક્કાનો પહેલો અક્ષર છે. ન્યાયોપાત્ત વિત્તથી આ લોક-પરલોક બન્નેમાં હિત થાય છે, એથી અન્યથી અહિત જ થાય છે. ‘એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે.' એમ વિચારી માર્ગાનુસારી જીવ પરધનને પત્થર તુલ્ય ને પરસ્ત્રીને મા-વ્હેન તુલ્ય ગણી, દૃઢ નીતિને અનુસરે છે. એવી સન્નીતિને જે અનુસરે તે જ ખરેખરા સગૃહસ્થ (Gentleman) ગણાય. અને આવા સગૃહસ્થમાં સપ્તવ્યસન ત્યાગનો સદ્ગુણ અવશ્ય હોય
જ.
જેમ નિર્વ્યસનપણું તેમ સજ્જનપણું પણ સગૃહસ્થનો આવશ્યક ગુણ છે. સજ્જન હોય તે કદી પણ કોઈના પણ અવર્ણવાદ ન વદે, તેમજ આત્મપ્રશંસા ન કરે; પોતાના દોષ પ્રત્યે ને પરના ગુણ પ્રત્યે જ દષ્ટિ રાખી, આત્મનિંદા ને પરગુણપ્રશંસા જ કરે. સજ્જન હોય તે કદી પણ આપત્તિમાં અદીનતા ને સંપત્તિમાં નમ્રતા ન છોડે; કોઈ એ કરેલા કંઇપણ ઉપકાર પ્રત્યેની કૃતજ્ઞતા ન ભૂલે અને સદા પર ઉપકારમાં તત્પર રહી સાચી સભ્યતા-દાક્ષિણ્યતા દાખવે. સજ્જન હોય તે આય પ્રમાણે વ્યયનો સિદ્ધાંત લક્ષમાં રાખી, અસદ્ભય છોડી યોગ્ય સ્થાને સદા સર્વ્યય કરે; અને માતાપિતાદિ પૂજ્ય ગુરુવર્ગની, દેવ-અતિથિ આદિની યથાયોગ્ય સેવાભક્તિ કરે. સજ્જન હોય તે ઔદાર્ય, ગાંભીર્ય, સ્વૈર્ય ને ધૈર્ય ધારે; લઘુતા, દીનતા,