________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વિનીતતા, નિરાભિમાનિતા, સત્યવાદિતા, સરલતા આદિ ગુણો અંગમાં આણે; સર્વત્ર ઔચિત્ય જાળવી સદા સદાચાર પાળે, અને કંઠે પ્રાણ આવે તો પણ કદી ગહિત નિંદ્ય અધર્મ આચરણ ન જ કરે. સજ્જન હોય તે અદ્વેષ, જિજ્ઞાસા, શુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ બુદ્ધિગુણનો વિકાસ કરતો રહી, સદા સન્માર્ગે જ ગમન કરે.
૯૮
તેમજ-દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ સપ્ત ગુણ, આકાશમાં સપ્તર્ષિમંડલની જેમ, મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગૃત હોય : (૧) દયા-એ તો મુમુક્ષુનો આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડે. કઠોર ક્લિષ્ટ પરિણામથી રહિત તેની ચિત્તભૂમિ એવી કોમળ પોચી ને દયાથી આર્દ્ર હોય કે તે પરદુ:ખના તાપથી શીઘ્ર ઓગળી જાય, દ્રવી જય. (૨) શાંતિ-શાંતસ્વભાવી મુમુક્ષુને સદાય વિષયકષાયનું ઉપશાંતપણું, મંદપણું, મોળાપણું જ વર્તે. (૩) સમતા-હર્ષમાં કે શોકમાં, સુખમાં કે દુ:ખમાં સર્વત્ર મુમુક્ષુને સમભાવ, રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ જ વર્તે. સર્વ આત્મા પ્રત્યે આત્મસમાન સાધર્મિક બંધુપણાની બુદ્ધિ હોવાથી, તેને કદી પણ કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ઉપજવાની વાત તો દૂર રહો, પણ સર્વ પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ જ, Ο મૈત્રીભાવ વર્તે. (૪) ક્ષમા–બીજાએ કરેલા અપરાધને મુમુક્ષુ જીવ કોધના ઉદયને શમાવી સમભાવે ખમી લે, એવો તે સર્વસહા ક્ષમા (પૃથ્વી) સમો ક્ષમાશીલ હોય. (૫) સત્ય-જેવું મનમાં, જેવું વચનમાં, તેવું નિર્દભ નિષ્કપટ સત્ય આચરણ કરી, મન-વચન-કાયાની એકતા દાખવવી, એ તો તન-મન-વચને સાચા સત્ય પરાયણ મુમુક્ષુનું ખાસ વિશિષ્ટ લક્ષણ હોય. (૬) ત્યાગ દેહાદિમાં અહંત્વ-મમત્વ વિસર્જનરૂપ ત્યાગ જેણે કર્યો છે, એવો મુમુક્ષુ ધનાદિ પરભાવના દાનાદિ સદુપયોગમાં અપૂર્વ ત્યાગ બુદ્ધિ દાખવ્યા વિના રહે નહિ. (૭) વૈરાગ્ય-સાચા અંતરંગ વૈરાગ્યનો રંગ જ્યાંલગી ચિત્તમાં ન લાગ્યો હોય, ત્યાંલગી જીવમાં જ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી; જ્યાંલગી ચિત્તભૂમિ કઠણ હોય ત્યાંલગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને
જીવ