________________
દેશધર્મ વિશે વિચાર
૯૯
ચાલ્યું જાય છે; પણ જ્યારે વૈરાગ્યજલના સિંચનવડે તે ચિત્તભૂમિ આદ્ર થઈ પોચી બને છે, ત્યારે જ તેમાં સમજ્ઞાનબીજનો પ્રક્ષેપ થઈ શકે છે;-એમ જે જાણે છે તે સંવેગરંગી મુમુક્ષુનું ચિત્ત તો સદાય વૈરાગ્યતરંગિણીમાં ઝીલ્યા જ કરે છે. આમ ‘દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય જાગ્ય.' આ સગુણો જેનામાં હોય, તે જ ધર્મરત્નને યોગ્ય એવો ખરેખરો ધનવાન છે. બાકી બીજા તો દરિદ્રી ને દીન છે. કારણકે દરિદ્રો જેમ ઉદરભરણની ચિંતાથી ઊંચા ન આવે તો પછી રત્નના કયવિક્રયની ચિંતા તો કયાંથી કરે? તેમ આ સદ્ગુણધનથી હીન છે, તે દીન ધર્મરત્નનો મનોરથ પણ કેમ કરી શકે? (દોહરા) ન્યાયવૃત્તિ સૌજન્યતા, દયા આદિ ગુણપાત્ર;
સદ્ગુણ ધન સંપન્ન તે, ધર્મરત્નના પાત્ર.
शिक्षापाठ ३९ : देशधर्म विषे विचार સદ્ગુણથી જ્યારે ચિત્તની પાટી ચોકખી થઈ જીવ પાત્ર બને છે, ત્યારે જ તેમાં તત્ત્વશ્રવણરૂપ અક્ષર લખાય છે. અને તે સપાત્રમાં વિધિથી વાવવામાં આવેલા સદ્ધર્મબીજ, સક્ષેત્રમાં બીજની જેમ, સારી પેઠે ઊગી નીકળે છે. પરંતુ તથારૂપ ગુણહીન અપાત્રમાં તો, ઉખર ભૂમિમાં બીજની જેમ, સદ્ધર્મબીજ નાશ પામે છે અથવા નિષ્ફળ જાય છે. કારણકે પ્રાથમિક ગુણયોગ્યતા પામવા જેટલું સ્વલ્પ કાર્ય પણ જે સમ્યકપણે નથી સાધતો, તો મહતું કાર્ય કેમ સાધવાનો હતો? સર્ષવ માત્ર ધારણમાં જે અસમર્થ છે, તે મેરુ ગિરિ ધારણનું સમર્થપણું કેમ દાખવવાનો હતો? માટે સદ્ગુણસંપન્ન સહસ્થ જ સદ્ગુરુસમીપે સદ્ધર્મશ્રવણનો યોગ્ય અધિકારી છે. કારણકે અપૂર્વ શુશ્રુષારસથી શ્રવણ કરનારા આ સાચા શ્રાવક' ને જ ધર્મ સમકપણે પરિણમે છે. એટલે આત્મસ્વભાવમાં વર્તવારૂપ ધર્મ જ ઉપાદેય છે એ તત્વ જેણે જાણ્યું છે, એવો આ મહાસત્ત્વ મુમુક્ષુ સર્વથા ન બની શકે તો દેશથી-અંશથી તે