________________
૧૨૫
બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું પ્રભુનું ચિત્ત પ્રસન્નતારૂપ પ્રિયપણું પ્રાપ્ત થાય એવો ઉપાય કર! ત્રિપદી માત્રના ગ્રહણથી જેને દ્વાદશાંગીનું જ્ઞાન થતું હતું, એવા મહાબુદ્ધિનિધાન મહાત્માઓ પૂર્વે થઈ ગયા છે, ત્યાં મારા જેવા બુદ્ધિવૈભવવિહીન મંદમતિને મદનું સ્થાન ક્યાં છે? એમ ભાવી છે જીવ! તું સબુદ્ધિના ઘરમાં આવ! પૂર્વ પુરુષસિંહોનો અનંત સાગર જેવો જ્ઞાનાતિશય સાંભળીએ છીએ, ત્યારે બિન્દુ જેવા પણ નહિ એવા અલ્પ જ્ઞાનથી આગમધર શ્રતધર કહેવાતા વર્તમાનકાળના પુરુષોને પણ શ્રતમદનો અવકાશ નથી, તો પછી મારા જેવા અલ્પકૃતનું તો પૂછવું જ શું? વળી આ શ્રુતજ્ઞાન છે તે તો મદને હરનારું છે, તે મદ કરનારૂં થાય, તો તો તરવાનું સાધન બૂડવાનું સાધન બને એ કેમ કામ આવે? એમ સમજી હે જીવ! તું પરભાવપ્રત્યયી સર્વ મદસ્થાનોનો ત્યાગ કરી નિરભિમાનપણું ભજ! ને સદગુરુ સમીપે શ્રત કરેલા આત્મધર્મમાં લીન થા! (ત્રોટક) રઝળ્યો જીવ કાળ અનંત નથી,
નિજ ભાન વિના અભિમાન થકી; અભિમાન હલાહલ ઝેર ગણી, ન જ દષ્ટિ કરો મદસ્થાન ભણી.
शिक्षापाठ ४९ : ब्रह्मचर्य- सर्वोत्कृष्टपणुं
પરભાવમાં અહંકાર છૂટવારૂપ નિરભિમાનપણું વર્તે, તો જ બ્રહ્મમાં-આત્મસ્વરૂપમાં ચર્યારૂપ “બ્રહ્મચર્ય પામે. બ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. કારણકે અબ્રહ્મમાં-અનાત્મમાં વિચરવું તે વ્યભિચારરૂપ અબ્રહ્મચર્ય અથવા પરવસ્તુના સંશ્લેષરૂપ દ્વત છે; આ પરવસ્તુમાં વિચરવારૂપ અબ્રહ્મચર્ય ત્યજી, અતિ એવા શુદ્ધ આત્મામાં રમવું તે ભાવબ્રમ્હચર્ય છે. આવું ભાવબ્રહ્મચર્ય એ જ સર્વ યોગસાધનનું અંતિમ ધ્યેય હોવાથી તેનું સર્વોત્કૃષ્ટપણું પ્રગટ છે. પણ આવું