________________
૧૨૬
પ્રશાવબોધ મોક્ષમાળા
સ્વરૂપરમાણતારૂપ ભાવબ્રહ્મચર્ય પ્રગટવા માટે પણ દ્રવ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી સાધન છે. અર્થાત્ મન-વચન-કાયાથી અબ્રહ્મચર્યનું વર્જન કરી, દ્રવ્યબ્રહ્મચર્યનું અખંડ સેવન કરવામાં આવે, તો જ આત્મા સ્વરૂપ રમણતારૂપ ભાવબ્રહ્મચર્યનું યોગ્ય પાત્ર બની શકે. ‘પાત્ર થવા સેવ સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.’ આમ સર્વોત્કૃષ્ટ ભાવબ્રહ્મચર્યનું પરમ ઉપકારી કારણ હોવાથી આ દ્રવ્યબ્રહ્મચર્યનું પણ સર્વોત્કૃષ્ટપણું છે. અને આમ દ્રવ્યથી અને ભાવથી આ બ્રહ્મચર્યનું સ્થાન સર્વ યોગસાધનોમાં શ્રેષ્ઠ છે.
બ્રહ્મચર્ય એ મોક્ષમાર્ગની યોગ્યતા પામવા માટેનું સર્વોત્કૃષ્ટ સાધન છે. “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે.” જ્ઞાનીના આ પરમ અર્થગંભીર વચન અક્ષરે અક્ષર પરમ સત્ય છે. કારણકે બ્રહ્મચર્ય એ સર્વ ચારિત્રનો મૂળ આધારસ્તંભ છે. પંચ મહાવ્રતમાં આ વ્રતનો ભંગ થતાં સર્વ વ્રતનો ભંગ થાય છે અને મૂલછઘ પ્રાયશ્ચિત લાગે છે. ઇંદ્રિયોમાં જેમ રસનેંદ્રિય દુર્જે છે, તેમ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત દુર્જેય છે. આવા દુર્જય બ્રહ્મચર્યવ્રતનો જય કરે તે દુષ્કરકારીને પછી અન્ય વ્રતોનું પાલન સાવ સુગમ થઈ પડે છે અને તેને સર્વ ચારિત્ર વશીભૂત થાય છે. જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને અંગજાડચ, આલસ્ય, શિથિલતા, સત્વહીનતા, નિરુત્સાહ આદિ પ્રમાદચિન્હો ઉપજતા નથી; પણ અંગમાં ચેતનવંતી સ્કૂર્તિ, ઉત્સાહ, સત્ત્વશીલતા આદિ સ્કુરે છે; અને રાગ-દ્વેષ- મોહ આદિ આત્યંતર પ્રમાદ દોષ ટળી, આત્મા સ્વરૂપમાં સ્થિતિરૂપ અપ્રમત્ત દશાને પામે છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેની પરભાવ પ્રત્યે ગમનરૂપ વ્યભિચારી વૃત્તિ સહેજે દૂર થાય છે; ને આત્મા સ્વરૂપશ્રેણીએ ચઢી, આત્મામાં અખંડ વૃત્તિ વર્તવારૂપ ભાવ બ્રહ્મચર્યને પામે છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને આત્મવીર્યની વૃદ્ધિ ને પૌરુષની સ્કૂર્તિ થાય છે, અને તે અપૂર્વ આત્મપુરુષાર્થ ખુરાવી, મોક્ષ સંબંધી સર્વ સાધનોનો જય સુગમતાથી કરી શકવાને સમર્થ થાય છે.