________________
શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧
૨૬૯
છે–‘ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે.... કર્મની વિચિત્રતાએ અનિચ્છતા છતાં તેમને બાહ્ય ઉપાધિની મધ્ય મૂકી જાણે તેમના સત્ત્વની કસોટી કરી હતી! છતાં આવી બાહ્ય ઉપાધિની મધ્યે પણ અખંડ આત્મસમાધિ જાળવી તેમણે પરમ અભુત “રાધાવેધ' સાધ્યો હતો ને છેવટે તે ઉદયકર્મનો ગર્વ પણ તોડી નાંખ્યો હતો. આવી આત્મસમાધિ જાળવી, શ્રીમદ્ “ધાર તરવારની” કરતાં પણ દોહલી એવી “ચૌદમા જિનતાણી ચરણ સેવા” સોહલી જ કરી બતાવી છે. વિષમ સંજોગોમાં પણ તેઓ અવિષમ આત્મભાવે-સમભાવે રહ્યા એ જ અદ્દભુતાદભુત છે. એ તો એમના જેવા અપવાદરૂપ (Exceptional) ઓલીઆ પુરુષ જ, સિદ્ધહસ્ત પરમ યોગી જ કરી શકે. બીજાનું ગજું નથી.
ત્રીજો તબક્કો ૧૯૫૩ની સાલથી ૧૯૫૭ માં તેમના દેહોત્સર્ગ સુધીનો કહી શકાય. આમાં વીતરાગ ચારિત્રની ગવેષણા પરાકાષ્ઠાને પામે છે. બાહ્ય વ્યવહાર ઉપાધિ સમેટી લઈ, સર્વસંગપરિત્યાગની ભાવના અત્રે ઉગ્ર સ્વરૂપ પકડે છે ને તથારૂપ પ્રવૃત્તિ પણ આરંભાય છે. પણ અફસોસ! જ્યાં તે ભાવના ફલરૂપે પરિપકવ થવાનો સમય આવે છે, ત્યાં ગંભીર રોગથી તેમનો દેહ રોગગ્રસ્ત થાય છે અને અંતે રાજકોટમાં ચૈત્ર વદી પંચમીને દિને અપૂર્વ સમાધિભાવથી તેમનો દેહોત્સર્ગ થાય છે. આ તબક્કામાં તેમણે વીતરાગ ભાવની સવિશેષ સિદ્ધિ કરેલી જણાય છે. નિષ્પન્ન-સિદ્ધ યોગી જેવી પરિપકવ આત્મદશા તેમની પ્રગટી છે. દેહ છતાં જાણે દેહાતીત સ્થિતિ હોય એવી પરમ અવધૂત મહામુનીશ્વર જેવી અપૂર્વ આત્મવૃત્તિ વર્તે છે. શ્રીમનો દિવ્ય આત્મા અદ્ભુત આત્મનિશ્ચયથી ગર્જના કરે છે કે‘આવી અપૂર્વ વૃત્તિ અહો! થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહવિયોગ રે ... ધન્ય રે.'
શ્રીમનો આ જીવનવિકાસક્રમ લક્ષમાં રાખી તેમના ગ્રંથનું કાળાનકમે વર્ષવાર મધ્યસ્થ ભાવે અવલોકન કરવામાં આવે તો તેમના ચરિત્ર સંબંધી ઘણો પ્રકાશ સાંપડે એમ છે કારણકે તેમાં જ તેમનું