________________
૨૭૦
: છે.
પ્રજ્ઞા
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અધ્યાત્મ જીવન ઓતપ્રોત છે, ને તેમાં જ તેમનું ખરૂં ચરિત્ર-સ્વરૂપાચરણરૂપ ચરણ પ્રગટ છે. અને તે વિશુદ્ધ અંતરાત્માથી વિચારવામાં આવતાં સહજ જણાઈ આવે એમ છે કે તેઓ એક સાચા પરમાર્થ સાધુપુરુષ હતા, અત્યંત નિષ્કષાયી ભાવનિગ્રંથ હતા, આત્મભાવનાથી અત્યંત ભાવિતાત્મા હતા, સરલતા અને વૈરાગ્યની મૂર્તિ હતા, પરમાર્થમય દઢ ધર્મરંગથી રંગાયેલા ધર્મમૂર્તિ હતા. આવા શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ ને સ્ફટિક જેવા શુક્લ અંત:કરણવાળા સરલહૃદયી, વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા પરમ ઉદારચિત્ત, સાગરવરગંભીર આશયવાળા સમભાવભાવી, “દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા જીવનમુક્ત એવા “ગુણગણમણિઆગરુ” આ શ્રીમદ્ એક અલૌકિક સંતશિરોમણિ થઈ ગયા. વિશેષ તો—‘તેથી દેહ એક જ ધારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે..ધન્ય રે દિવસ આ અહો!” એમ છાતી ઠોકીને આત્મસામર્થ્યના યથાર્થ ભાનથી જ, નિરહંકારપણે, પોતાની આત્મસંવેદનમય જીવનધન્યતા ગાનાર, આ દિવ્ય દ્રષ્ટા કવિ'ની આત્મદશા કેટલી બધી ઉચ્ચ કોટિની હશે તે તો વિરલા સહદયો જ સમજી શકે એમ છે. (મંદાક્રાંતા) બાલ્યાવસ્થામહિં મરણ કો ભાળી સંવેગવેગે,
જેને જાતિસ્મરણ ઉપજયું પૂર્વજન્મો જ દેખે; એવી એવી સ્મૃતિ બહુ થઈ કર્મના બંધ છૂટ્યા, તૂટટ્યા જ્ઞાનાવરણ પડદા જ્ઞાન અંકુર ફૂટ્યા. જાગ્યો આત્મા વિણ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી, તત્ત્વોદ્ધોધે લઘુવય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી; ને ભાવંતો જિન સ્વરૂપને ભાવિતાત્મા મહાત્મા, આરોહ્યો આ સ્વરૂપ પદની શ્રેણિએ દિવ્ય આત્મા.