________________
૨૩૬
પ્રશાવબોધ મોક્ષમાળા
આમ ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો જઈ, મન-વચન-કાયાના પ્રમત્ત યોગથી આત્માની વેડફાઈ જતી ચારેકોર વેરણછેરણ થતી શક્તિને અટકાવી, જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્મવીર્યની અત્યંત જમાવટ (Mobilisation) કરે, શાસ્ત્રોકત રીતિ પ્રમાણે આદર્શ યોગસાધના કરી વિષયકષાયદિ સર્વ પ્રમાદ વર્જી યથાસૂત્ર સર્વ આચરણ કરે, તો તે અપ્રમત્ત શાસ્ત્રયોગી અંતર્મુહૂર્તમાં સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાને પહોંચે. અને આમ અપ્રમત્ત આત્મસંયમના યોગે તીક્ષ્ણ આત્મોપયોગવંત રહી, જેણે અત્યંત શક્તિસંચય કર્યો છે, એવો આ અપ્રમત્ત યોગી અંતર્મુહૂર્તમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને આવી બીજું “અપૂર્વકરણ પામે,કે જેથી અપૂર્વ આત્મશકિતના ઉદ્રકવાળો સામર્થ્યયોગ પામી તે ક્ષપકશ્રેણી આરંભે.
આવો અપૂર્વ આત્મસામર્થ્યવાળો આ સામર્થ્યયોગ શાસ્ત્રથી પર ને શાસ્ત્રવાણીને અગોચર-અવાચ્ય છે. “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર ભેદ.” (આનંદઘનજી) ક્ષપકશ્રેણીગત યોગીને પ્રાપ્ત થતો આ આત્માનુભવગમ્ય સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનથી સંગત હોય છે. જેમાં અસાધારણ અપૂર્વ આત્મનુભાવપ્રકાશની પ્રતિભા ઝળકે છે, એવા આ પ્રાભિજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-light) પ્રકાશથી આગળનો માર્ગ સ્વયં પ્રકાશમાન દેખાય છે, ઝળહળી રહે છે. એટલે જેને ‘મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ” એવો આ સામર્થ્યયોગી આત્માનુભવ સામર્થ્યથી પ્રગટ માર્ગ દેખતો દેખતો, આ અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્ષપકશ્રોણી પ્રારંભી, કર્મપ્રકૃતિઓને જડમૂળથી સર્વથા ખપાવતો ખપાવતો, ખતમ કરતો કરતો, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય છે; અને ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને શીઘ વટાવી જઈ, અંતર્મુહૂર્તમાં તેરમા સયોગી કેવલિ ગુણસ્થાને પહોંચી ‘નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે; અને ત્યાં આયુષ્ય પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટ દેશ ઊન પૂર્વ કોટિ વર્ષ સ્થિતિ કરે છે. અને પછી આયુ પ્રાંતે મન-વચન-કાયાના યોગનો સંન્યાસ-ત્યાગ (યોગસંન્યાસ) કરી, જ્યાં શૈલેશ મેરુ જેવી અડલ